ખેડા: સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર ખાતે આમલકી અગિયારસ નિમિત્તે રાજાધિરાજ રણછોડ રાયજી મહારાજની વાજતે ગાજતે સવારી નીકળી હતી.પરંપરા મુજબ આમલકી અગિયારે ભગવાન ભાવિકો પર અબીલ ગુલાલની છોળો ઉડાડતા નીકળે છે. જે સાથે જ યાત્રાધામમાં પાંચ દિવસીય રંગોત્સવનો પ્રારંભ થાય છે.
વાજતે ગાજતે સવારી: સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર ખાતે આમલકી અગિયારસ નિમિત્તે રાજાધિરાજ રણછોડરાયજી ભગવાનની વાજતે ગાજતે સવારી નીકળી હતી.આ સવારી નિજ મંદિરથી નીકળી લક્ષ્મીજી મંદિરે પહોંચી હતી.પરંપરા મુજબ આમલકી અગિયારસે ભગવાન હાથી પર સવાર થઈ ભાવિકો પર અબીલ ગુલાલ ઉડાડતા નીકળે છે. આ સાથે જ પાંચ દિવસીય રંગોત્સવનો પ્રારંભ થાય છે.પરંતુ આ વર્ષે હાથીના બદલે પાલખી પર ભગવાનની સવારી નીકળી હતી.
આ પણ વાંચો ખેડા ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જાહેર સભા યોજાઈ
રંગોત્સવ આજથી શરૂ: આજથી ડાકોરમાં હોળીનો તહેવાર શરૂ થઈ ગયો છે.ભગવાન ગોપાલ લાલજી મહારાજ સવારી રૂપે લાલબાગ બેઠક જઈ લક્ષ્મીજી મંદિર થઈ મોટા મંદિરે પરત આવશે.રસ્તામાં અબીલ ગુલાલનો છંટકાવ થશે ભક્તોને હોળી ખેલ ખેલવાનો અહેસાસ થશે.ભાવિક ભક્તો દૂરદૂરથી પધાર્યા છે--ડાકોર રણછોડરાયજી મંદિરના ડેપ્યુટી મેનેજર રવિન્દ્રભાઈ ઉપાધ્યાય
પાંચ દિવસની હોળીઃ હોળીનું પર્વ શરૂ થતું હોય એ પહેલાના પાંચ દિવસથી મંદિરમાં ફાગ ઉત્સવની ઉજાણી થાય છે. ખાસ કરીને રાજસ્થાનમાં આવેલા શ્રીજી મંદિરમાં ફૂલના રંગની હોળી મનાવાય છે. જેના પગલે ગુજરાતના ઘણા મંદિરમાં પણ આ પ્રથા જોવા મળી રહી છે. જેમાં બાળકૃષ્ણને એક સૂંડલીમાં બેસાડીને રંગેરમાડીને ભજન કિર્તન સાથે નીજ મંદિર સુધી લઈ જવામાં આવે છે. જ્યારે સાંજના સમયે ખાસ પૂજા વિધિ અને ભજન સંધ્યાનું આયોજન કરવામાં આવે છે. આ વખતે હોળીનું પર્વ તમામ હવેલી તથા કૃષ્ણ મંદિર માટે એટલા માટે ખાસ રહેવાનું છે કે, કોવિડનું કોઈ પ્રકારે વિધ્ન નથી.
ચાલ કલાકનું સેલિબ્રેશનઃ મથુરા, વૃંદાવન તથા બરસાનામાં જોરશોરથી હોળીનું સેલિબ્રેશન કરવામાં આવી રહ્યું છે. ખાસ કરીને ગોવર્ધન પરિક્રમા પથ પર પગ મૂકવાની જગ્યા નથી. ખાસ વાત એ છે કે, અહીં મંદિરમાં વહેલી સવારે હોળી મનાવવામાં આવે છે. સતત ત્રણથી ચાર કલાક સુધી હોળીનો ઉત્સવ મનાવાય છે. જેમાં ભજન કિર્તન સાથે હોળી પર્વનું સેલિબ્રેશન થાય છે.
નવું મંદિર બનાવવામાં આવ્યું: રાજાધિરાજ રણછોડરાયજી દર શુક્રવારે અને અગિયારસે લક્ષ્મીજીના મંદિરે જાય છે. સંવત 1828 પહેલા ઠાકોરજીનું સ્થાન હાલના લક્ષ્મીજી મંદિરમાં હતું.જ્યારે નવું મંદિર બનાવવામાં આવ્યું ત્યારે ભગવાન રણછોડરાય નવા મંદિરમાં આવીને બિરાજમાન થયા હતા.ત્યારે તેમણે લક્ષ્મીજીને તે સમયે વચન આપ્યું હતું કે દર શુક્રવારે અને અગિયારે તે લક્ષ્મીજીને મળશે.આ વચનની પરંપરા મુજબ હાલમાં પણ મંદિરના રાજા રણછોડરાય દર શુક્રવાર અને અગિયારસે વાજતે ગાજતે લક્ષ્મીજીના મંદિરે જાય છે.