ETV Bharat / state

આરોગ્ય શાખા દ્વારા આશા એવોર્ડ સંમેલન યોજાયો - આશા એવોર્ડ સંમેલનનું કરાયું આયોજન

ખેડા જિલ્લા પંચાયત કચેરી ખાતે વિધાનસભાના મુખ્યદંડક પંકજભાઈ દેસાઈના અધ્યક્ષ સ્થાને આરોગ્ય શાખા દ્વારા આશા એવોર્ડ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ખેડાના સાંસદ દેવુંસિંહ ચૌહાણ અતિથિ વિશેષ પદે ઉપસ્થિત રહ્યા હતા.

etv
આરોગ્ય શાખા દ્વારા આશા એવોર્ડ સંમેલનનું કરાયું આયોજન
author img

By

Published : Jan 28, 2020, 3:43 AM IST

ખેડાઃ વિધાનસભાના મુખ્ય દંડક પંકજભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે, દેશની આવનારી પેઢીને તંદુરસ્ત બનાવવામાં આશા બહેનોનો સિંહફાળો છે.તેઓ બાળકની જન્મ પહેલાથી જ વિશેષ કાળજી રાખે છે.બાળકની સાથે સાથે સગર્ભા માતાની પણ કાળજી રાખે છે. સગર્ભા બહેનોને તમામ મદદ, બાળક નિરોગી રહે, તંદુરસ્ત જન્મે તે માટે અન્ય દેશોની જેમજ ભારતમાં પણ તેટલી જ તકેદારી રાખવામાં આવે છે.

અન્ય દેશોની જેમજ બાળકોને બાળપણથી જ રસીકરણ,ખોરાક, પોષણક્ષમ આહાર વગેરેની ઉત્તમ સગવડો પૂરી પાડવામાં આવી રહી છે. ગ્રામ્ય કક્ષાએ પ્રજાજનોમાં વર્ષોથી પડી ગયેલી ગેરસમજો અને અજ્ઞાનતાને દૂર કરવાની કામગીરી પણ આ બહેનો સુપેરે પુરી પાડી રહી છે. દંડક પંકજભાઈએ બહેનોને અપીલ કરી હતી કે, માતાઓ-બાળકોનો વિશ્વાસ જીતો અને તેઓને કોઇપણ પ્રકારની શારીરિક,માનસિક તકલીફના પડે,આરોગ્ય ઉચ્ચ કક્ષાનું જળવાઈ રહે, તેમજ પોષણક્ષમ આહાર મળે તે માટે વિશેષ કાળજી રાખવા જણાવ્યું હતું.

આરોગ્ય શાખા દ્વારા આશા એવોર્ડ સંમેલનનું કરાયું આયોજન

સાંસદ દેવુંસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે, જિલ્લામાં આશાબહેનોની કામગીરી ઉત્કૃષ્ટ રહી છે, ત્યારે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની યોજનાઓના માતાઓ,બાળકો અને અન્ય ગ્રામજનોના આરોગ્યના લાભો તેઓને ઘરે ઘરે પહોંચાડી સેવાનો ઉત્તમ દાખલો બેસાડીએ.

જિલ્લા પંચાયત પ્રમુખ નયનાબેન પટેલે જણાવ્યું હતું કે, બહેનોની તકલીફો બહેનો જ જાણે છે, તેથી ત્યાં આપણી આશા બહેનો સરસ સેવાઓ પૂરી પાડે છે. તેનો આનંદ છે. આ પ્રસંગે આશા ફેસીલેટર બહેનો દ્વારા માતા મરણ જાગૃતિ અંગેનું નાટક રજૂ કરવામાં આવ્યું હતું. મહાનુભાવોના હસ્તે શ્રેષ્ઠ કામગીરી કરનાર બહેનોને અને ડોક્ટરોને પ્રશસ્તિપત્ર અને મોમેન્ટો આપી નવાજવામાં આવ્યા હતા.

Intro:નડિયાદ ખેડા જિલ્લા પંચાયત કચેરી ખાતે વિધાનસભાના મુખ્યદંડક પંકજભાઈ દેસાઈના અધ્યક્ષ સ્થાને આરોગ્ય શાખા દ્વારા આશા એવોર્ડ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે ખેડાના સાંસદ દેવુંસિંહ ચૌહાણ અતિથિ વિશેષ પદે ઉપસ્થિત રહ્યા હતા.
Body:મુખ્ય દંડક પંકજભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે દેશની આવનારી પેઢીને સુદ્રઢ-તંદુરસ્ત બનાવવામાં આશા બહેનોનો સિંહફાળો છે.તેઓ બાળકની જન્મ પહેલાથી જ વિશેષ કાળજી રાખે છે.બાળકની સાથે સાથે સગર્ભા માતાની પણ કાળજી રાખે છે.સગર્ભા બહેનોને તમામ મદદ,બાળક નિરોગી રહે,તંદુરસ્ત જન્મે તે માટે અન્ય દેશોની જેમજ ભારતમાં પણ તેટલી જ તકેદારી રાખવામાં આવે છે.અન્ય દેશોની જેમજ બાળકોને બાળપણથી જ રસીકરણ,ખોરાક, પોષણક્ષમ આહાર વગેરેની ઉત્તમ સગવડો પૂરી પાડવામાં આવી રહી છે.ગ્રામ્ય કક્ષાએ પ્રજાજનોમાં વર્ષોથી પડી ગયેલી ગેરસમજો અને અજ્ઞાનતાને દૂર કરવાની કામગીરી પણ આ બહેનો સુપેરે પુરી પાડી રહી છે.દંડક પંકજભાઈએ  બહેનોને અપીલ કરી હતી કે માતાઓ-બાળકોનો વિશ્વાસ જીતો અને તેઓને કોઇપણ પ્રકારની શારીરિક,માનસિક તકલીફ ના પડે,આરોગ્ય ઉચ્ચ કક્ષાનું જળવાઈ રહે તેમજ પોષણક્ષમ આહાર મળે તે માટે વિશેષ કાળજી રાખવા જણાવ્યું હતું.
સાંસદ દેવુંસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે જિલ્લામાં આશાબહેનોની કામગીરી ઉત્કૃષ્ટ રહી છે,ત્યારે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની યોજનાઓના માતાઓ,બાળકો અને અન્ય ગ્રામજનોના આરોગ્યના લાભો તેઓને ઘરે ઘરે પહોંચાડી સેવાનો ઉત્તમ દાખલો બેસાડીએ.
જિલ્લા પંચાયત પ્રમુખ નયનાબેન પટેલે જણાવ્યું હતું કે બહેનોની તકલીફો બહેનો જ જાણે છે તેથી ત્યાં આપણી આશા બહેનો સરસ સેવાઓ પૂરી પાડે છે તેનો આનંદ છે.
આ પ્રસંગે આશા ફેસીલેટર બહેનો દ્વારા માતા મરણ જાગૃતિ અંગેનું નાટક રજૂ કરવામાં આવ્યું હતું. મહાનુભાવોના હસ્તે શ્રેષ્ઠ કામગીરી કરનાર બહેનોને અને ડોક્ટરોને પ્રશસ્તિપત્ર અને મોમેન્ટો આપી નવાજવામાં આવ્યા હતા.તથા પ્રથમ,દ્વિતીય અને તૃતીય ક્રમે આવેલી આશા બહેનો,આશા (સી.બી.વી.)તથા આશા ફેસીલેટરોનું સન્માન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં નડિયાદ તાલુકા હેલ્થ અધિકારી તેમજ મોટી સંખ્યામાં આશા બહેનો અને આરોગ્ય વિભાગના અધિકારીઓ-કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.