- ખેડામાં કમોસમી વરસાદને પગલે ખેડૂતોની વધી ચિંતા
- જો હજી વધુ વરસાદ થાય તો પાકને થઈ શકે છે નુકસાન
- ખેડૂતો દ્વારા કરાયું ઘઉં, તમાકુ તેમજ શાકભાજીનું વાવેતર
ખેડા: વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે વાતાવરણમાં અચાનક આવેલા પલટાને પગલે કમોસમી વરસાદ થયો છે. ખેડા જિલ્લામાં ગઈકાલે વાદળ છાયા વાતાવરણ બાદ રાતથી તમામ તાલુકાઓમાં ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે. જિલ્લાના નડિયાદ સહિત મહેમદાવાદ, મહુધા, કપડવંજ અને કઠલાલ સહિતના તાલુકાઓમાં વરસાદ વરસી રહ્યો છે. વરસાદના આંકડા જોઈએ તો જિલ્લામાં નડિયાદમાં 13 મીમી, માતરમાં 13 મીમી, ખેડામાં 13 મીમી, મહેમદાવાદમાં 19 મીમી, મહુધામાં 20 મીમી, વસોમાં 2 મીમી, કઠલાલમાં 21 મીમી, કપડવંજમાં 4 મીમી અને ઠાસરામાં 3 મીમી મળી જિલ્લામાં કુલ 108 મીમી વરસાદ નોંધાયો છે.

વાવેતર કરાયેલા પાકમાં નુકસાનની ભીતિ
જિલ્લામાં વિવિધ વિસ્તારોમાં હજી વરસાદ વરસી રહ્યો છે. ત્યારે જો વધુ વરસાદ થાય તો હાલના વાવેતર કરવામાં આવેલા ખેતીના પાક જેવા કે ઘઉં, તમાકુ તેમજ શાકભાજીના પાકમાં નુકશાન થાય તેમ છે જેને લઈ ખેડૂતો ચિંતિત બન્યા છે.