ખેડા: ખેડા જીલ્લાની નડિયાદ, કપડવંજ અને ઠાસરા નગરપાલિકાના બીજા અઢી વર્ષ માટેના પ્રમુખ-ઉપપ્રમુખોની વરણી કરવા માટે ચુંટણી યોજવામાં આવી હતી. ત્રણેય નગરપાલિકામાં સત્તાધારી પક્ષ ભાજપની સ્પષ્ટ બહુમતી હોવાથી પ્રમુખ-ઉપપ્રમુખો બીનહરીફ ચૂંટાઈ આવ્યા છે. જેને લઈ જીલ્લા ભાજપમાં ખુશીની લાગણી ફેલાવા પામી છે.
નડિયાદ નગરપાલિકા: નડિયાદમાં પાલિકાના સભાખંડમાં યોજાયેલી પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણીમાં પ્રમુખ પદે કિન્નરીબેન ચિરાગભાઈ શાહ, ઉપપ્રમુખ પદે કલ્પેશભાઈ આર રાવળ, કારોબારી ચેરમેનમાં પરિન અશોકકુમાર બ્રહ્મભટ્ટ, પક્ષના નેતા તરીકે શિલ્પનભાઈ રાજેન્દ્રભાઈ પટેલ અને દંડક તરીકે પીન્ટુભાઇ હર્ષદભાઈ દેસાઈની વરણી કરવામાં આવી હતી. આ તમામ લોકો બીનહરીફ ચૂંટાઈ આવતાં ભાજપના લોકોએ વધાવી લીધા હતા.
કપડવંજ નગરપાલિકા: કપડવંજ નગરપાલિકામાં ભાજપે જે રીતે મેન્ડેટ જાહેર કર્યા તે મુજબ જ બિનહરીફ વરણી કરાઈ છે. જેમાં પ્રમુખ પદે વર્ષાબેન કલ્પેશભાઈ પંચાલ, ઉપપ્રમુખ પદે નીરવકુમાર કનુભાઈ પટેલ, કારોબારી ચેરમેન અલ્પેશભાઈ ભૂદરભાઈ પંડ્યા, પક્ષના નેતા તરીકે દક્ષેશભાઈ ભરતભાઈ કંસારા અને દંડક તરીકે નીતિનભાઈ કનૈયાલાલ શાહની વરણી કરાઈ છે.
ઠાસરા નગરપાલિકા: ઠાસરા નગરપાલિકાના ભવનમાં યોજાયેલ ઠાસરા નગરપાલિકાની ચૂંટણીમાં પ્રમુખ પદે મનાલીબેન કુણાલકુમાર શાહ, ઉપપ્રમુખ પદે ભાવિનકુમાર મહેન્દ્રભાઈ પટેલ, કારોબારી ચેરમેન રોનકભાઈ અરવિંદભાઈ પટેલ,પક્ષના નેતા તરીકે પ્રજ્ઞેશભાઈ ઉષાકાંત ગોહિલ અને દંડક તરીકે ગોવિંદભાઈ લક્ષ્મણભાઈ જાદવ બિનહરીફ ચૂંટાયા છે.
મહુધા તાલુકા પંચાયત: મહુધા તાલુકા પંચાયતમાં ભાજપના મેન્ડેટ મુજબ બિનહરીફ ચૂંટણી થઈ છે. જેમાં પ્રમુખ પદે દક્ષાબેન મુકેશભાઈ દરબાર, ઉપપ્રમુખ પદે લક્ષ્મણભાઈ રત્નાભાઇ સોઢા પરમાર, કારોબારી ચેરમેન પદે ઇલાબેન ભૂપતસિંહ ઝાલા, પક્ષના નેતા તરીકે ઉદેસિંહ બુધાભાઈ સોઢા અને દંડક તરીકે મનિષાબેન સંજયકુમાર બારૈયાને ચૂંટાયા છે.