ETV Bharat / state

ગળતેશ્વરના વાડદમાં દૂષિત પાણીના પગલે રોગચાળો, 2ના મોત - kheda

ખેડાઃ ગળતેશ્વરના વાડદમાં રોગચાળો બેકાબુ બન્યો છે. પીવાનું પાણી દૂષિત હોવાના કારણે ફેલાયેલ ઝાડા-ઉલ્ટીના રોગચાળાથી તંત્ર પણ ચિંતિત બન્યુ છે. અત્યાર સુધી કુલ 112 કેસ નોંધાયા છે, જ્યારે 2 વ્યક્તિએ જીવ ગુમાવ્યો છે.

hd
author img

By

Published : Jun 10, 2019, 7:36 PM IST

ગળતેશ્વર તાલુકાના વાડદ ગામે પીવાના પાણીમાં ગટરનું દૂષિત પાણી ભળી ગયુ હતુ. આ મિશ્ર પાણી પીવાના કારણે ગામમાં ઝાડા-ઉલ્ટીનો રોગચાળો ફેલાઈ ગયો છે.

ગળતેશ્વરના વાડદમાં દૂષિત પાણીના પગલે રોગચાળો વકર્યો, 2ના મોત

એકાએક આ સ્થિતિ ઉભી થયા બાદ મોટી સંખ્યામાં ગ્રામજનો સપડાયા છે. આ ઘટનાને પગલે આરોગ્ય તંત્ર પણ સચેત બન્યુ છે. તેમજ સતત સારવાર આપવામાં આવી રહી છે, છતાં સ્થિતિ કાબુમાં આવી નથી, જેના કારણે આરોગ્ય તંત્ર સહિત જિલ્લા આરોગ્ય તંત્ર ચિંતિત બન્યુ છે. આ સ્થિતિની જાણ થતા જ જિલ્લા વિકાસ અધિકારી ઘટના સ્થળે દોડી ગયા હતા, જ્યાં તાત્કાલિક વાડદ ગ્રામ પંચાયતને 1 લાખ રૂપિયાની ગ્રાન્ટ ફાળવી આપી છે. જેનાથી લોકોને ઉત્તમમાં ઉત્તમ સારવાર પહોંચાડવા માટે નિર્દેશ કરી દેવાયા છે.

આમ છતાં વાડદમાં ભયજનક રીતે ઝાડા-ઉલ્ટીના કેસો નોંધાઈ રહ્યાં છે. છેલ્લા 20 દિવસમાં રોગચાળાના કારણે 2 લોકોએ જીવ ગુમાવ્યો છે. બે દિવસ અગાઉ ગામમાં એક બાળકનું પણ મૃત્યુ થયું હતુ, પરંતુ તેના વાલીવારસના જણાવ્યા અનુસાર તેનું મૃત્યુ ઝાડા-ઉલ્ટી નહીં પરંતુ તાવ અને ખેંચો આવતા થયુ છે. ત્યારે હાલ તો સ્થિતિ કાબુમાં આવી નથી, તાલુકા અને જિલ્લા તંત્ર હવે કોની વ્હારે જાય છે, તેમજ રોગચાળો કેવી રીતે અટવાશે તે પ્રશ્ન ચર્ચાનો વિષય બન્યા છે.

R_GJ_KHD_02_10JUNE19_ROGCHADO_AVB_DHARMENDRA_7203754

ખેડા જીલ્લાના ગળતેશ્વર તાલુકાના વાડદ ગામમાં 
પખવાડિયાથી વકરેલા રોગચાળાની સ્થિતિ બેકાબુ બનતા ગ્રામજનો સહીત તાલુકા તંત્ર ચિંતિત બન્યું છે.પીવાના પાણીની લાઈનમાં ગટર લાઈન ભળતા ગામમાં ઝાડા ઉલટીનો રોગચાળો ફેલાયો છે.જેમાં અનેક લોકો સપડાયા છે.અત્યાર સુધી કુલ ૧૧૨ કેસ નોંધાવા પામ્યા છે જયારે ૨ વ્યક્તિના મોત થઇ ચુક્યા છે.
ગળતેશ્વર તાલુકાના વાડદ ગામે પીવાના પાણી સાથે ભળેલી ગટરને કારણે ગામમાં એકાએક ઝાડા ઉલ્ટીનો રોગચાળો ફેલાયો હતો.જેમાં સેંકડો નાગરિકો સપડાયા હતા.પંદરેક દિવસથી ગામમાં ફેલાયેલા રોગચાળામાં દરરોજ અનેક વ્યક્તિઓ સપડાઈ રહ્યા છે.આરોગ્ય તંત્ર ખડે પગે છે પરંતુ સ્થિતિમાં નિયંત્રણ નહિ થતાં ગ્રામજનો સહીત તાલુકા તંત્ર ચિંતિત બન્યું છે. જેને કારણે જિલ્લા વિકાસ અધિકારીએ મુલાકાત કરી વાડદ ગ્રામ પંચાયતને તાત્કાલિક ધોરણે આ મહામારીમાંથી મુક્તિ મળે તે માટે ૧ લાખની રકમની ગ્રાન્ટ આપી હતી જેને ઉપયોગ કરવા છતાં પણ વાડદ ગામમાં દરરોજ અનેક લોકોને ઝાડા ઉલટી થવાનું ચાલુ જ છે.જેને કારણે તાલુકા આરોગ્ય તંત્ર અને તેની ટિમ દ્વારા રોગચાળા ઉપર નિયંત્રણ કરવા માટે અથાગ પ્રયત્નો કરવા છતાં પણ ઝાડા ઉલ્ટીના રોગ ઉપર નિયંત્રણ મેળવી શક્યા ન હોય એમ દરરોજ અનેક લોકો રોગનો ભોગ બની રહ્યા છે. આ રોગચાળાએ છેલ્લા 20 દિવસની અંદર 2 વ્યક્તિના ભોગ લીધા છે.12 દિવસ પહેલા અજય વસાવા નામના યુવક આ રોગચાળાના ભોગ બની મોતને ભેટ્યા હતા અને ગ્રામજનો અનુસાર 2 દિવસ પહેલા રેહાન શેખ નામના બાળક મોતનો ભોગ બન્યો હતો.પણ રેહાન ના વાલીને પૂછતાં તેમને ઝાડા-ઉલ્ટી ને લઈ મોત નહીં પણ તાવ અને ખેંચો આવતા મોત થયું હતું તેમ જણાવ્યું હતું. 

બાઈટ-ડૉ.સતિષ સુતરીયા,બ્લોક હેલ્થ ઓફિસર,ગળતેશ્વર 
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.