ETV Bharat / state

નડિયાદ સહિત ખેડા જિલ્લામાં 5 સ્થળોએ કોવિડ-19 વેક્સીનેશનની ડ્રાય રન યોજાઈ - Deputy Director Satish Makwana

ખેડા જિલ્લામાં પાંચ સ્થળોએ મંગળવારે કોવિડ-19 વેક્સીનેશનની ડ્રાય રન યોજાઈ હતી. જેમાં નડિયાદ સિવિલ હોસ્પિટલ ખાતે જિલ્લા કલેકટર આઈ.કે.પટેલ અને રીજનલ ડેપ્યુટી ડાયરેક્ટર સતિષ મકવાણાની હાજરીમાં કોવિડ-19 વેક્સીનેશનની ડ્રાય રન યોજાઈ હતી.

નડિયાદ સહિત ખેડા જિલ્લામાં 5 સ્થળોએ કોવિડ-19  વેક્સીનેશનની ડ્રાય રન યોજાઈ

author img

By

Published : Jan 5, 2021, 9:41 PM IST

Updated : Jan 5, 2021, 10:02 PM IST

  • ખેડા જિલ્લામાં કોવિડ-19 વેક્સીનેશનની ડ્રાય રન યોજાઈ
  • 5 સ્થળોએ યોજાઈ ડ્રાય રન
  • કલેકટર અને રિજિયોનલ ડેપ્યુટી ડાયરેક્ટર રહ્યાં ઉપસ્થિત

ખેડાઃ જિલ્લામાં નડિયાદ સહિત 5 સ્થળોએ મંગળવારે કોવિડ-19 વેક્સીનેશનની ડ્રાય રન યોજાઈ હતી. નડિયાદમાં સિવિલ હોસ્પિટલ ખાતે ડ્રાઈ રન યોજાઈ હતી, જેમાં જિલ્લા કલેકટર આઈ.કે.પટેલ અને રીજનલ ડેપ્યુટી ડાયરેક્ટર સતિષ મકવાણા હાજર રહ્યા હતા.

નડિયાદ સહિત ખેડા જિલ્લામાં 5 સ્થળોએ કોવિડ-19  વેક્સીનેશનની ડ્રાય રન યોજાઈ
નડિયાદ સહિત ખેડા જિલ્લામાં 5 સ્થળોએ કોવિડ-19 વેક્સીનેશનની ડ્રાય રન યોજાઈ

જિલ્લા કલેક્ટર અને રિજિયોનલ ડેપ્યુટી ડાયરેક્ટર ે વેક્સીનેશન સેન્ટરની માહિતી મેળવી

આ પ્રસંગે જિલ્લા કલેક્ટર અને રિજિયોનલ ડેપ્યુટી ડાયરેક્ટર મકવાણાએ કોવિડ-19 વેક્સીનેશન સેન્ટરની તલસ્પર્શી માહિતી મેળવી હતી. તેઓએ રસી લેવા આવનાર વ્યક્તિને કઈ રીતે જાણ કરવામાં આવે છે, વ્યક્તિએ સિવિલ હોસ્પિટલ આવીને અન્ય કોઈ પૂછપરછ કરવી ન પડે તે માટે દિશાનિર્દેશ બોર્ડ, રજિસ્ટ્રેશનની પદ્ધતિ, સોશિયલ ડિસ્ટન્સની સગવડ, રસી આપવાનું સ્થળ, તેની જાળવવી જેવી બાબતોની જાણકારી મેળવી જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

જિલ્લામાં રસીકરણ માટે તંત્ર સજ્જ

ખેડા જિલ્લાના મુખ્ય આરોગ્ય અધિકારી ડૉ. એસ.એમ.દેવના માર્ગદર્શન મુજબ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વેક્સિન માટે જરૂરી તમામ તૈયારીઓ થઈ ગઈ છે. તેમજ જિલ્લામાં છેવાડાના માનવી સુધી રજિસ્ટર થયેલા તમામને વેક્સિન મળે તે માટેનું આયોજન પણ થઇ ગયું છે. તે અંગેનો રૂટ પણ તૈયાર થઈ ગયો છે. 11,221 હેલ્થ કેર કર્મચારી કામ કરશે. 1918 PHC સેન્ટરો ઉપર, 81 આઈસ લાઈફ રેફ્રિજરેટર, ગામડાઓમાં વેક્સિન પહોંચાડવા વેક્સિન કેરિયર પણ તૈયાર છે. 87 ડીપ ફ્રીજ તૈયાર રાખવામાં આવ્યાં છે. 4,70,192 વ્યક્તિઓ 50 વર્ષની ઉપરના રજિસ્ટર થયા છે, તેમજ જે ટેમ્પરેચર ઉપર વેક્સિન રાખવાની છે તેને મેન્ટેન પણ કરવામાં આવી રહ્યું છે.

જિલ્લામાં 5 સ્થળોએ યોજાઈ વેક્સીનેશનની ડ્રાય રન

જિલ્લામાં નડિયાદ ખાતે સિવિલ હોસ્પિટલ ઉપરાંત હરિદાસ હોસ્પિટલ ખાતે જિલ્લા વિકાસ અધિકારી ગઢવી ડાકોર, મોદજ તથા ઉત્તરસંડા ખાતે પણ કોવિડ-19 વેક્સીનેશનની ડ્રાય રન યોજાઈ હતી. આ પ્રસંગે જિલ્લા સિવિલ સર્જન ડો.તૃપ્તિબેન શાહ, જિલ્લા આરોગ્ય અધિકારી ડો. દેવ, સિવિલ હોસ્પિટલના કોવિડ કેર સેન્ટરના ડોક્ટરો, ડ્રાય રન માટે આવેલા વ્યક્તિઓ સહિત મોટી સંખ્યામાં આરોગ્ય અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ખેડા જિલ્લામાં કોવિડ-19 વેક્સીનેશનની ડ્રાય રન યોજાઈ

Last Updated : Jan 5, 2021, 10:02 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.