ETV Bharat / state

BAPS સ્વામિનારાયણ સંસ્થા દ્વારા ખેડા જિલ્લામાં 21 કોન્સન્ટ્રેટર મશીન અર્પણ - KHEDA SWAMINARAYAN TEMPLE

BAPS સ્વામિનારાયણ સંસ્થા દ્વારા 21 ઓક્સિજન કોન્સન્ટ્રેટર મશીન અને 38 ઓક્સિમીટરનું ખેડા જિલ્લાની વિવિધ હોસ્પિટલોમાં નિ:શુલ્ક દાન કરવામાં આવ્યું છે.

BAPS સ્વામિનારાયણ સંસ્થા દ્વારા ખેડા જિલ્લામાં 21 કોન્સન્ટ્રેટર મશીન અર્પણ

author img

By

Published : May 22, 2021, 1:35 PM IST

  • સ્વામિનારાયણ સંસ્થા દ્વારા કોરોના દર્દીઓ માટે સેવા
  • 21 ઓક્સિજન કોન્સન્ટ્રેટર મશીન અને 38 ઓક્સિમીટર અર્પણ
  • 42 દર્દીઓને ઓક્સિજન પૂરો પાડશે

ખેડા: વર્તમાન સમયમાં ઓક્સિજ્નની કટોકટી છે.ઓક્સિજ્નનો અભાવ જોવા મળી રહ્યો છે અને સારવાર ખૂબ મુશ્કેલ બની છે.આ સજોગોને ધ્યાનમા રાખીને પૂ મહંત સ્વામીની પ્રેરણાથી BAPS સ્વામિનારાયણ સંસ્થા દ્વારા 21 કોન્સન્ટ્રેટર મશીન અને 38 ઓકસીમીટર નિ:શુલ્ક હોસ્પિટલોમાં આપવામાં આવ્યા છે.

આ પણ વાંચો: વડોદરામાં VYOઓ દ્વારા ઓક્સિજન કોન્સન્ટ્રેટરના 21 મશીનોની ફાળવણી કરાઈ

42 દર્દીઓને ઓક્સિજન પૂરો પાડશે

આ સેવાકાર્યમાં કોલેજ રોડ BAPS સ્વામિનારાયણ મંદિરના પૂ. સર્વમંગલ સ્વામી (કોઠારી સ્વામી) પૂ.અક્ષરનયન સ્વામી, પૂ.ધર્મેનિલય સ્વામી, તથા પૂ.શાંતપુરુષ સ્વામી, શ્રીરંગ સ્વામી દ્વારા મશીનોની વિધિવત્ પુજા કરવામાં આવી હતી. ત્યાર બાદ BAPS સ્વામિનારાયણ સંસ્થાના કાર્યકરો દ્વારા હોસ્પિટલના મુખ્ય ડોક્ટરની હાજરીમાં સ્વયં સેવકો દ્વારા અર્પણ કરવામાં આવ્યા હતા. આ 21 કોન્સન્ટ્રેટર મશીનમાં એક મશીનથી 2 દર્દીને ઓક્સિજ્ન પ્રાપ્ત થશે. તેવી વ્યવસ્થા આ મશીનમાં છે. એટલે કે 42 જેટલા દર્દીને આ મશીન ઓક્સિજ્ન પૂરો પાડી શકશે.

આ પણ વાંચો: અભિનેતા હર્ષવર્ધન રાણેએ સાયબરાબાદ પોલીસને ઓક્સિજન કોન્સન્ટ્રેટર દાન કર્યું

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.