ગ્રામજનોની પાયાની સુવિધાઓની મુખ્ય માંગણીઓ વહેલી તકે ઉકેલાશે તેમ જણાવતા જિલ્લા કલેક્ટર સુધીર પટેલે કેન્દ્ર સરકારની BPL લાભાર્થીઓ માટેની ઉજ્જવલા યોજના, આયુષ્યમાન ભારત યોજના, પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના, પ્રધાનમંત્રી સિંચાઇ યોજનાનો લાભ લેવા અનુરોધ કરી ગ્રામજનોએ સરકારની વિવિધ યોજનાઓનો મહત્તમ લાભ લઇ તેનો સકારાત્મક ઉપયોગ કરવા જણાવ્યું હતું. કલેક્ટરે ધોરણ-1માં પ્રવેશ પાત્ર તમામ બાળકોને શાળામાં પ્રવેશ અપાવી ગામનું એક પણ બાળક પ્રાથમિક શિક્ષણથી વંચિત ન રહે તે જોવો અનુરોધ કર્યો હતો.
વિવિધ વિભાગના અધિકારીઓએ કેનદ્ર/રાજય સરકારની વિવિધ પ્રજાકલ્યાણલક્ષી યોજનાઓની વિસ્તૃત જાણકારી આપી તેનો મહત્તમ લાભ લેવા ગ્રામજનોને જણાવ્યું હતું.
આ રાત્રિ સભામાં નિવાસી અધિક કલેક્ટર રમેશ મેરજા, આસી.કલેક્ટર ર્ડા અનિલ ધામેલીયા, મામલતદાર કુ.વાય.સી.શાહ, તાલુકા વિકાસ અધિકારી,સરપંચ તેમજ વિવિધ કચેરીઓના અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.