- અધિક નાયબ મામલતદાર લાંચ(Bribe) લેતા ઝડપાયા
- રૂપિયા 50,000ની લાંચ(Bribe) લેતા ઝડપાયા
- ગાંધીનગર ACB(Anti Corruption Bureau)ની કાર્યવાહી
ખેડાઃ જિલ્લાના કઠલાલની મામલતદાર કચેરીમાં નાયબ અધિક મામલતદાર દ્વારા જમીનની પાકી નોંધ પાડવા માટે રૂપિયા 50,000ની લાંચ(Bribe)ની માગણી કરવામાં આવી હતી. જે મામલે ફરિયાદ કરતા ગાંધીનગર ACB(Anti Corruption Bureau) દ્વારા લાંચ લેતા ઝડપી ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આ પણ વાંચોઃ ખેડામાં સીટીસર્વે કચેરીના બે કર્મચારીઓ લાંચ લેતા ઝડપાયા
પાકી નોંધ પાડવા માંગી હતી લાંચ
કઠલાલ તાલુકાના લસુન્દ્રા ગામની સીમના 6 સર્વે નંબરની ટોટલ સાડા પાંચ વિઘા જમીન ફરિયાદી દ્વારા વેચાણ રાખી હતી. જે અલગ અલગ સર્વે નંબરના 31 માર્ચ 2021ના રોજ દસ્તાવેજ કઠલાલ મામલતદાર કચેરી ખાતે સબ રજિસ્ટ્રાર ઓફિસે કરવામાં આવ્યા હતા. તેમજ તેની કાચી નોંધ ઇ-ધારામાં પડી હતી. જેની પાકી નોંધ પાડવા માટે આ કામના આરોપી નાયબ અધિક મામલતદાર હબીબ મલેકે ફરિયાદીને ફોન કરી એક દસ્તાવેજની એન્ટ્રીના રૂપિયા 15,000 લેખે 6 દસ્તાવેજની એન્ટ્રીના રૂપિયા 90,000ની હેતુલક્ષી વાતચીત કરી લાંચની માંગણી કરી હતી.જે બાદ રકજકના અંતે આરોપીએ ફરિયાદી પાસે કુલ 6 એન્ટ્રીના પાકી નોંધ પાડવા માટે રૂપિયા 50,000ની માગ કરી હતી. જે લાંચના નાણાં ફરિયાદી આપવા માંગતા ન હોવાથી ફરિયાદીએ ACBનો સંપર્ક કરી ફરિયાદ નોંધાવી હતી.
આ પણ વાંચોઃ ખેડા ACBએ આસિસ્ટન્ટ પબ્લિક પ્રોસિક્યુટરને લાંચ લેતા ઝડપી પાડ્યા
ACBએ છટકું ગોઠવી ઝડપી પાડ્યો
ફરિયાદના આધારે ગાંધીનગર ACBએ લાંચનું છટકું ગોઠવ્યું હતું. આ છટકા દરમિયાન આરોપીએ રૂપિયા 50,000ની લાંચની માંગણી કરી હેતુલક્ષી વાતચીત કરી સ્વીકારી પકડાઈ ગયા હતા. જેને લઈ ACB દ્વારા ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરાઈ છે.