ખેડાઃ ખેડા જિલ્લાના કપડવંજ તાલુકાના નિરમાલી ગામે વર્ષ 2018માં મહિલાનું અપહરણ કરી સામૂહિક દુ્ષ્કર્મ ગુજારી મહિલાની હત્યા કરવામાં આવી હતી. જે મામલામાં આજરોજ કપડવંજ સેશન્સ કોર્ટ દ્વારા ઐતિહાસિક ચૂકાદો (Judgment in Motize Gang Rape case ) આપતા 3 આરોપીઓને ફાંસીની સજા (Death penalty in Gujarat ) ફટકારવામાં આવી છે. વર્ષ 2018માં કપડવંજ તાલુકાના મોટીઝેર ગામથી બાઈક પર મહિલાનું અપહરણ કરી ત્રણ આરોપીઓએ સામૂહિક દુ્ષ્કર્મ ગુજારી મહિલાની હત્યા(Judgment in Motize Gang Rape case ) કરી મૃતદેહને નગ્ન અવસ્થામાં ખેતરમાં નાંખી ફરાર થઈ ગયાં હતાં. આ કેસમાં આજે ફાંસીની સજા ફટકારવામાં આવી છે.
બે આરોપીઓએ ધમકી આપી મહિલાના ભત્રીજા પાસે દુષ્કર્મ કરાવ્યું - ભોગ બનનાર મહિલાને મોટી ઝેર (Judgment in Motize Gang Rape case ) ચોકડીથી જયંતિ બબાભાઈ વાદી અને લાલાભાઈ રમેશભાઈ વાદી બાઈક પર અપહરણ કરી લઈ જતા હતાં. તે દરમ્યાન ભોગ બનનાર મહિલાનો ભત્રીજો એવો આરોપી ગોપી ઉર્ફે ભલાભાઈ દેવીપૂજક જોઈ જતાં તે તેમની પાછળ ગયો હતો. જ્યાં બંને આરોપીઓએ મહિલા પર દુ્ષ્કર્મ ગુજારી બેહોશ અવસ્થામાં ખેતરમાં નાંખી દીધી હતી. આ બાબતે આરોપી ગોપીએ પોતાના કાકી વિશે પૂછતા તેમણે ગોપી દેવીપૂજકને જણાવ્યું હતું કે અમે અમારૂ કામ પતાવી દીધું છે. તું પણ તારૂં કામ પતાવી લે. અમે કહીએ તેમ નહી કરૂં તો તને મારી નાંખીશું તેમ ધમકી આપી દુ્ષ્કર્મ કરાવ્યું હતું.
આ પણ વાંચોઃ Grishma Murder Case : આરોપી ફેનિલને ફાંસી જ થવી જોઈએ, ગ્રીષ્માના પરિવારની માગ
હત્યા કરી મૃતદેહ ખેતરમાં નાંખી આરોપીઓ ફરાર થઈ ગયાં - સામૂહિક દુ્ષ્કર્મ ગુજારી મહિલાના ગળા પર પગ મુકી તેમજ હાથથી ગળું દબાવી હત્યા કરી હતી. જે બાદ મૃતદેહને મોઢાના ભાગે અને ગળાના ભાગે સાડીથી બાંધી દઈ નગ્ન અવસ્થામાં ખેતરમાં નાંખી ફરાર થઈ ગયાં હતાં.
આ પણ વાંચોઃ આણંદઃ બાળકી સાથે દુષ્કર્મ આચરી હત્યા કરનારા આરોપીને મૃત્યુ દંડની સજા
કપડવંજ સેશન્સ કોર્ટનો એકસાથે 3 આરોપીને ફાંસીની સજાનો પહેલો ચુકાદો -આ કોર્ટ દ્વારા આ પ્રકારનો પ્રથમ ચૂકાદો છે જેમાં એકસાથે 3 આરોપીને ફાંસીની સજા ફટકારાઇ છે. જઘન્ય અપરાધ કરનાર આરોપીઓને આજરોજ કપડવંજ સેશન્સ કોર્ટ દ્વારા ફાંસીની સજાનો ચૂકાદો (Three convicts were sentenced to death by Kapadvanj Sessions Court) આપવામાં આવ્યો છે. એડી.ડીસ્ટ્રીક્ટ જજ વી.પી.અગ્રવાલ દ્વારા સરકારી વકીલ મીનેશ પટેલે રજૂ કરેલા 45 દસ્તાવેજી પુરાવા અને 26 લોકોની જુબાની ધ્યાને લઈ ગોપી ઉર્ફે ભલા દેવીપૂજક, લાલા ઉર્ફે કંકુડીયો રમેશભાઈ વાદી અને જયંતિ બબાભાઈ વાદીને ફાંસીની સજાનો ઐતિહાસિક ચૂકાદો (Death penalty in Gujarat ) આપવામાં આવ્યો છે. તેમજ ભોગ બનનારના વારસદારને રૂ.2 લાખ વળતર ચૂકવવાનો હુકમ કરવામાં આવ્યો છે.