ખેડાઃ જિલ્લાના વસો તાલુકાના ઝારોલ ગામમાં ધુળેટી (Dhuleti 2022)પર્વ પર ગોઝારી ઘટના(Zarol village of Vaso taluka)બની હતી.જેમાં રંગોના પર્વ ધુળેટીએ મિત્રો સાથે ધુળેટી રમ્યા બાદ બાળકો ગામના તળાવમાં નહાવા ગયા હતા.જ્યાં બે બાળકોના પાણીમાં ડૂબી જવાથી મોત નિપજ્યા હતા.બાળકો ડૂબવાની ઘટના બની હોવાની જાણ થતા મોટી સંખ્યામાં ગ્રામજનો તળાવ પર ઉમટ્યા હતા. બે બાળકોના મૃતદેહો (Death of two children )તળાવમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા.જેને લઈ સ્વજનોના ભારે કલ્પાંતથી વાતાવરણ ગમગીન બન્યું હતું.
આ પણ વાંચોઃ સુરતના ઉધના વિસ્તારમાં ઘરનો સ્લેબ પાડવાથી 2 બાળકોના મોત
બે બાળકોના મોત - તળાવમાં નહાવા પડેલા 15 વર્ષિય પ્રિતેશ અજીતભાઈ સોલંકી અને14 વર્ષિય સાગર અજીતભાઈ સોલંકી નામના બાળકોના ડૂબી જવાથી મોત નિપજ્યા હતા.બંને બાળકોના મૃતદેહો પોસ્ટમોર્ટમ માટે નડિયાદ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા.
આ પણ વાંચોઃ અરવલ્લી જિલ્લાના મોડાસામાં તળાવમાં ડૂબી જતા બે બાળકોના મોત