ખેડા : જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર ખાતે મહા સુદ પૂનમ નિમિત્તે દર્શનાર્થીઓના ધસારાને લઇ દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જેમાં મહા સુદ પૂનમ 9 ફેબ્રુઆરી 2020ના રોજ રાજાધિરાજ શ્રી રણછોડરાયજી મહારાજ મંદિર વહેલી સવારે 4:45 વાગ્યે ખુલી પાંચ વાગ્યે મંગળા આરતી થશે. તેમાં પૂનમના દર્શનનો સમય આ મુજબ રાખવામાં આવ્યો છે.
- વહેલી સવારે 4:45 મંદિર ખુલી 5 વાગ્યે મંગળા આરતી થશે.
- આ દર્શન સવારે 8 વાગ્યા સુધી થશે.
- 8 વાગે ભગવાન ભોગ આરોગવા બિરાજમાન હોઈ 8 વાગ્યાથી 8:30 સુધી દર્શન બંધ રહેશે.
- 8:30 વાગે દર્શન ખુલી બપોરે 1:30 સુધી ભગવાન ભકતોને દર્શન આપશે.
- 1:30 વાગે શ્રીજી મહારાજ રાજભોગ આરોગવા બિરાજમાન હોઈ 2 વાગ્યા સુધી દર્શન બંધ રહેશે.
- 2 વાગે ભગવાનની રાજભોગ આરતી થશે આ દર્શન 2:30 વાગ્યા સુધી થશે.
- 2:30 વાગ્યાથી 3:00 વાગ્યા સુધીના અરસામાં ભગવાન આરામ કરશે. આ સમયે દર્શન બંધ રહેશે.
- ત્યારબાદ 4:45 વાગે નિજમંદિર ખુલી આરતી થશે.અને ત્યારબાદ નિત્યક્રમમાં દર્શન થશે.
મહત્વનું છે કે, પૂનમના દર્શનનું વિશેષ માહાત્મ્ય છે. જેને લઇ વિશાળ સંખ્યામાં દર્શનાર્થીઓનો ધસારો જોવા મળે છે. જેને ધ્યાને રાખી ટેમ્પલ કમિટી દ્વારા પૂનમના દર્શનના સમયમાં વધારો કરવામાં આવ્યો છે.