ETV Bharat / state

ડાકોર મંદિરમાં બે મહિલાઓ દ્વારા ભગવાનની સેવાપૂજાની માંગ કરતા વિવાદ સર્જાયો

સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર રણછોડરાયજી મંદિરમાં બે મહિલાઓ દ્વારા ભગવાનની સેવાપૂજાની માંગ કરતા વિવાદ સર્જાયો છે.મંદિરના ઇતિહાસમાં પ્રથમ વખત મહિલાઓ દ્વારા સેવાપૂજાની માંગ કરવામાં આવી છે.

ડાકોર મંદિરમાં બે મહિલાઓ દ્વારા ભગવાનની સેવાપૂજાની માંગ કરતા વિવાદ સર્જાયો
ડાકોર મંદિરમાં બે મહિલાઓ દ્વારા ભગવાનની સેવાપૂજાની માંગ કરતા વિવાદ સર્જાયો
author img

By

Published : Oct 2, 2021, 2:00 PM IST

  • મંદિરના ઈતહાસમાં પ્રથમ વખત મહિલાઓ દ્વારા સેવા પૂજાની માંગ
  • ચુકાદો મહિલાઓની તરફેણમાં આવ્યો છે
  • મંદિરના 1200 વર્ષના ઈતિહાસમાં કોઈ મહિલાએ ભગવાનની પૂજા કરી નથી :મંદિર ટ્રસ્ટ

ડાકોર : યાત્રાધામ ડાકોરના રણછોડરાયજી મંદિરમાં ભગવાનની સેવા પૂજા કરવા દેવા માટે પરંપરાગત વારાદારી પરિવારની બે મહિલા બહેનો દ્વારા માંગ કરાઈ છે. જેને લઈ વિવાદ સર્જાવા પામ્યો છે. મંદિરના ટ્રસ્ટનું કહેવું છે કે, મંદિરના 1200 વર્ષના ઈતિહાસમાં કોઈ મહિલાએ ભગવાનની પૂજા કરી નથી.

ચુકાદો મહિલાઓની તરફેણમાં આવ્યો

ઈન્દિરાબેન પંડ્યાએ જણાવ્યું હતુ કે, ડાકોર મંદિરમાં 1978 પહેલાં અમારા પિતા કૃષ્ણલાલ સેવક વંશ પરંપરાગત વારાદારી તરીકે પૂજા કરતા હતા. તેઓને સંતાનમાં અમે બે પુત્રી જ છીએ. 1978માં તેઓના અવસાન બાદ તેમના પરિવારમાંથી કોણ ભગવાનની સેવા પૂજા કરે તે બાબતે વિવાદ ઉભો થયો હતો. બંને મહિલાઓના કાકાના પરિવારજનો જયંતિલાલ સેવક અને ગદાધર સેવકે સમગ્ર મામલે કોર્ટમાં કેસ દાખલ કરતા લાંબા સમય સુધી કેસ ચાલ્યો હતો. જેમાં 2018માં આ કેસનો ચુકાદો પોતાની તરફેણમાં આવ્યો હોવાનો ઇન્દિરાબેન અને ભગવતીબેને દાવો કર્યો છે.

મંદિરના 1200 વર્ષના ઈતિહાસમાં કોઈ મહિલાએ ભગવાનની પૂજા કરી નથી : મંદિર ટ્રસ્ટ

મહિલાઓએ સેવાપૂજાની માંગ કરતા મંદિર ટ્રસ્ટે જણાવ્યું હતું કે, મંદિરના 1200 વર્ષના ઈતિહાસમાં કોઈ મહિલાએ ભગવાનની પૂજા કરી નથી. જો કોર્ટ દ્વારા બહેનોને કોઈ સ્પષ્ટ આદેશ આપવામાં આવ્યો હોય તો લઈને આવવા ટ્રસ્ટ દ્વારા જણાવાયું છે. આમ ભગવાન રણછોડરાયની સેવા પૂજા મામલે મંદિર ટ્રસ્ટ અને વારાદારી બહેનો વચ્ચેનો વિવાદ વકર્યો છે.

ડાકોર મંદિરમાં બે મહિલાઓ દ્વારા ભગવાનની સેવાપૂજાની માંગ કરતા વિવાદ સર્જાયો

બંને બહેનો મંદિરે પહોંચી

બંને બહેનો આજે કોઈપણ સંજોગોમાં રણછોડરાયની સેવા પૂજા કરશે. તેવું જાહેર કરી પોલીસ રક્ષણની માગ કરી મંદિરે પહોંચી હતી. જેને લઈ કાયદા વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે પોલિસ દ્વારા બંદોબસ્ત કરાયો છે.

આ પણ વાંચો : માઉન્ટ ત્રિશૂલ ફતેહ કરવા ગયેલું નૌસેનાનું દળ હિમસ્ખલનની ચપેટમાં, 5 ગુમ, 5ને કરાયા રેસ્ક્યૂ

આ પણ વાંચો : International Day Of Older Persons 2021: વૃદ્ધ વ્યક્તિઓ માટે આજ નો ખાસ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.