ખેડા: અમદાવાદ એસીબીને બાતમી મળી હતી.કે અમદાવાદ – ઇંદોર હાઇવે પર આવેલી ચેક પોસ્ટ પર પોલીસ તથા હોમગાર્ડના માણસો દ્વારા હાઇવે પર આવતા જતા વાહનોને યેનકેન પ્રકારે રોકવામાં આવે છે.વાહનો રોકી ટ્રાફિકના નિયમોના ભંગ અંગે કાયદેસરની કાર્યવાહી ન કરી ગેરકાયદેસર રીતે રૂ.100 થી રૂ.1000 સુધીની માંગણી કરવામાં આવે છે. તેમજ રૂપિયા સીધા બાદ કાયદેસરની સ્લીપ આપતા ન હોવાની માહીતિ મળી હતી.જેને આધારે એસીબી દ્વારા છટકું ગોઠવવામાં આવ્યું હતું.જેમાં અમદાવાદ ઇંદોર હાઇવે મહારાજના મુવાડા નવી ચેક પોસ્ટખાતે રૂ.200ની લાંચ લેતા સેવાલિયા પોલિસ સ્ટેશનનો અનાર્મ્ડ પોલીસ કોન્સ્ટેબલ વિક્રમસિંહ લક્ષ્મણસિંહ પરમાર ઝડપાઈ ગયો હતો.
જો કે છટકું ગોઠવ્યું હોવાની શંકા જતા કોન્ટેબલ લાંચની રકમ લઈ ભાગી ગયો હતો.જ્યારે સહાયકને પકડી પાડવામાં આવ્યો હતો.જે મામલે એસીબી દ્વારા ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.