ખેડાઃ જિલ્લામાં મહુધા વિધાનસભાના 42 ગામ તેમજ પરાવિસ્તારને શુદ્ધ પીવાલાયક પાણી મળી રહે તે માટે મહુધાના ધારાસભ્ય ઇન્દ્રજીતસિંહ પરમાર દ્વારા વિધાનસભામાં સતત રજૂઆતો કરવામાં આવી હતી. જેને પગલે પાણી પુરવઠા બોર્ડ દ્વારા મહુધા તાલુકાના ગામોને શુદ્ધ પીવાલાયક પાણી મળી રહે તે માટે 82 કરોડના ખર્ચે ખીજલપુર જૂથ પાણી પુરવઠા યોજનાને મંજૂરી આપવામાં આવેલી છે.
![water supply scheme](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-khd-02-khatmuhurt-photo-story-7203754_04092020214413_0409f_1599236053_359.jpeg)
જેનું ધારાસભ્ય દ્વારા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. જેને પગલે મહુધા તાલુકાની જનતાની વર્ષો જૂની પાણીની સમસ્યાનો સુખદ અંત થયો છે. મહત્વનું છે કે, તાલુકાના કેટલાય ગામોમાં પીવાના પાણીની ગંભીર સમસ્યા પ્રવર્તી રહી છે, ત્યારે પાણી પુરવઠા યોજનાના ખાતમુહૂર્તને લઈ લોકોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે.