ETV Bharat / state

નડિયાદમાં સરકારની સંવેદનશીલતાનો પરિચય કરાવતું સિવિલનું ડાયાલિસિસ સેન્ટર

નડિયાદ સિવિલ હોસ્પિટલ ખાતે 16 કરોડના ખર્ચે રાજ્ય સરકાર દ્વારા ડાયાલિસિસ સેન્ટર કાર્યરત કરવામાં આવ્યું છે. જ્યાં કિડનીના દર્દીઓની ખર્ચાળ ડાયાલિસિસ સારવાર તદ્દન નિશુલ્ક કરવામાં આવે છે. આ ડાયાલિસિસ સેન્ટરમાં અત્યાર સુધીમાં 62 હજાર ઉપરાંત દર્દીઓનું વિનામુલ્યે ડાયાલિસિસ કરવામાં આવ્યું છે. જે જરૂરિયાતમંદ દર્દીઓને વિનામુલ્યે ઉત્તમ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવતા દર્દીઓ તેમજ તેમના સ્વજનો ગદગદિત સ્વરે સરકારનો આભાર વ્યક્ત કરી રહ્યાં છે.

Nadiad
નડિયાદ સિવિલ હોસ્પિટલ
author img

By

Published : Feb 1, 2020, 9:15 AM IST

નડિયાદઃ ખેડા જિલ્લાના નડિયાદ સિવિલ હોસ્પિટલ ખાતે આવેલું ડાયાલિસિસ સેન્ટર કિડનીના દર્દીઓ માટે આશીર્વાદરૂપ નીવડી રહ્યું છે. સરકાર દ્વારા અંદાજે 16 કરોડ રૂપિયા જેટલી માતબર રકમના ખર્ચે કાર્યરત કરવામાં આવ્યું છે. કિડની જેવા ગંભીર રોગની સારવાર સામાન્ય અને ગરીબ પરિવારોને આર્થિક રીતે ખૂબ જ બોજારૂપ હોય છે. કિડનીના દર્દીઓએ ડાયાલિસીસ માટે કરવા પડતા મોંઘા ખર્ચનો ઉપાય સંવેદનશીલ સરકારે શોધી કાઢ્યો છે.

સિવિલ હોસ્પિટલના ડાયાલિસિસ સેન્ટર ખાતે કિડનીના દર્દીઓને મફતમાં ડાયાલિસિસની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. નડિયાદ સિવિલ હોસ્પિટલમાં જરૂરીયાતમંદ અને સામાન્યમાં સામાન્ય તથા છેવાડાના માનવીની વ્હારે આવી છે. અત્યાર સુધીમાં કુલ 62 હજાર ઉપરાંત કિડનીના ગંભીર રોગના દર્દીઓને વિનામૂલ્યે ડાયાલિસિસ કરી રાજ્ય સરકારની નાગરિકો પ્રત્યેની આરોગ્યલક્ષી સેવાઓની સંવેદનાઓની પ્રતીતિ કરાવી છે.

નડિયાદમાં સરકારની સંવેદનશીલતાનો પરિચય કરાવતુ સિવિલ હોસ્પિટલનુ ડાયાલિસિસ સેન્ટર

સપ્ટેમ્બર, 2014માં માત્ર 7 ડાયાલીસીસ યુનિટ સાથે સેન્ટર શરૂ કરવામાં આવ્યું હતું, ત્યારબાદ દર્દીઓનો ધસારો થતાં હાલ 21 યુનિટ કાર્યરત કરવામાં આવ્યાં છે. તેમજ અદ્યતન મશીનરી સાથેનું સુવિધા સજ્જ સંપૂર્ણ ડાયાલિસિસ સેન્ટર કાર્યરત કરવામાં આવ્યું છે. અહીં સવારના 7થી રાત્રિના 9 વાગ્યા સુધી દર્દીઓને સારવાર આપવામાં આવે છે. ત્રણ સિફ્ટમાં હાલ કુલ 140 જેટલા દર્દીઓ ડાયાલિસિસ કરાવે છે. દર્દી પાસે માં કાર્ડ હોય તેવા દર્દીઓને ડાયાલિસિસ દિઠ ઘરે જવા માટે રૂપિયા 300 પણ સરકાર દ્વારા ચૂકવવામાં આવે છે. આ સાથે દર્દીઓને નાસ્તો પણ ઉપલબ્ધ કરાવવામાં આવે છે. કિડનીના દર્દીને ડાયેટીશિયનના માર્ગદર્શન મુજબ હાઈ પ્રોટીન નાસ્તા આપવામાં આવે છે.

દર્દીને હીપેટાઈટીસ બીની રસી તથા દવાઓ પણ મફતમાં આપવામાં આવે છે. દરેક દર્દીની ચકાસણી માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલના નેફ્રોલોજીસ્ટની સેવા ઉપલબ્ધ બનાવવામાં આવી છે. ડાયાલિસિસ સેન્ટરમાં રોજના ખેડા જિલ્લા ઉપરાંત જિલ્લા બહારના તેમજ રાજ્ય બહારના અનેક દર્દીઓનું ડાયાલિસિસ કરવામાં આવે છે.

મહત્વનું છે કે, દર્દીઓને તેમના રોગ મુજબ અઠવાડિયામાં બે કે ત્રણ વાર ડાયાલિસિસ કરવાની જરૂરિયાત રહેતી હોય છે. સરકારી સિવિલ હોસ્પિટલમાં મોંઘા અને ગંભીર રોગની ઉત્તમ સુવિધા સભર સારવાર વિનામૂલ્યે પ્રાપ્ત થતા દર્દીઓ સહિત તેમના સ્વજનો ગદગદિત સ્વરે સરકારનો આભાર વ્યક્ત કરી રહ્યા છે.

Intro: નડિયાદ સિવિલ હોસ્પિટલ ખાતે 16 કરોડના ખર્ચે રાજ્ય સરકાર દ્વારા ડાયાલિસિસ સેન્ટર કાર્યરત કરવામાં આવ્યું છે.જ્યાં કિડનીના દર્દીઓનુ ખર્ચાળ ડાયાલિસિસ તદ્દન નિશુલ્ક કરવામાં આવે છે.આ ડાયાલિસિસ સેન્ટરમાં અત્યાર સુધીમાં 62 હજાર ઉપરાંત દર્દીઓનું વિનામુલ્યે ડાયાલિસિસ કરવામાં આવ્યું છે. જરૂરિયાતમંદ દર્દીઓને વિનામુલ્યે ઉત્તમ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવતા દર્દીઓ તેમજ તેમના સ્વજનો ગદગદિત સ્વરે સરકારનો આભાર વ્યક્ત કરી રહ્યા છે.

Body: નડિયાદ સિવિલ હોસ્પિટલ ખાતે આવેલું ડાયાલિસિસ સેન્ટર કિડનીના દર્દીઓ માટે આશીર્વાદરૂપ નીવડી રહ્યું છે.સરકાર દ્વારા અંદાજે 16 કરોડ રૂપિયા જેટલી માતબર રકમના ખર્ચે કાર્યરત કરવામાં આવ્યું છે.કિડની જેવા ગંભીર રોગની સારવાર સામાન્ય અને ગરીબ પરિવારોને આર્થિક રીતે ખૂબ જ બોજારૂપ હોય છે.કિડનીના દર્દીઓએ ડાયાલિસીસ માટે કરવા પડતા મોંઘા ખર્ચનો ઉપાય સંવેદનશીલ સરકારે શોધી કાઢ્યો છે.નડિયાદની સિવિલ હોસ્પિટલના ડાયાલીસીસ સેન્ટર ખાતે કિડનીના દર્દીઓને મફતમાં ડાયાલિસિસની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે.નડિયાદ સિવિલ હોસ્પિટલ જરૂરીયાતમંદ અને સામાન્યમાં સામાન્ય તથા છેવાડાના માનવીની વ્હારે આવી છે. અત્યાર સુધીમાં કુલ 62 હજાર ઉપરાંત કિડનીના ગંભીર રોગના દર્દીઓને વિનામૂલ્યે ડાયાલિસિસ કરી રાજ્ય સરકારની નાગરિકો પ્રત્યેની આરોગ્યલક્ષી સેવાઓની સંવેદનાઓની પ્રતીતિ કરાવી છે .
સપ્ટેમ્બર 2014માં માત્ર 7 ડાયાલીસીસ યુનિટ સાથે સેન્ટર શરૂ કરવામાં આવ્યું હતું.ત્યારબાદ દર્દીઓનો ધસારો થતાં હાલ 21 યુનિટ કાર્યરત કરવામાં આવ્યા છે .તેમજ અદ્યતન મશીનરી સાથેનું સુવિધા સજ્જ સંપૂર્ણ ડાયાલીસીસ સેન્ટર કાર્યરત કરવામાં આવ્યું છે.અહીં સવારના 7 થી રાત્રિના 9 વાગ્યા સુધી દર્દીઓને સારવાર આપવામાં આવે છે.ત્રણ સિફ્ટમાં હાલ કુલ 140 જેટલા દર્દીઓ ડાયાલિસિસ કરાવે છે.દર્દી પાસે મા હોય તેવા દર્દીઓને ડાયાલિસીસ દિઠ ઘરે જવા માટે રૂપિયા 300 પણ સરકાર દ્વારા ચૂકવવામાં આવે છે.સાથે દર્દીઓને નાસ્તો પણ ઉપલબ્ધ કરાવવામાં આવે છે.કિડનીના દર્દીને ડાયેટીશિયનના માર્ગદર્શન મુજબ હાઈ પ્રોટીન નાસ્તા આપવામાં આવે છે.દર્દીને હીપેટાઈટીસ બી ની રસી તથા દવાઓ પણ મફતમાં આપવામાં આવે છે. દરેક દર્દીની ચકાસણી માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલના નેફ્રોલોજીસ્ટની સેવા ઉપલબ્ધ બનાવવામાં આવી છે.ડાયાલીસીસ સેન્ટરમાં રોજના ખેડા જિલ્લા ઉપરાંત જિલ્લા બહારના તેમજ રાજ્ય બહારના અનેક દર્દીઓનું ડાયાલિસીસ કરવામાં આવે છે. મહત્વનું છે કે દર્દીઓને તેમના રોગ મુજબ અઠવાડિયામાં બે કે ત્રણ વાર ડાયાલીસીસ કરવાની જરૂરિયાત રહેતી હોય છે.
સરકારી સિવિલ હોસ્પિટલમાં મોંઘા અને ગંભીર રોગની ઉત્તમ સુવિધા સભર સારવાર વિનામૂલ્યે પ્રાપ્ત થતા દર્દીઓ સહિત તેમના સ્વજનો ગદગદિત સ્વરે સરકારનો આભાર વ્યક્ત કરી રહ્યા છે.
બાઈટ-1 ડૉ.આર.વી.પાઠકજી,સીડીએમઓ કમ સિવિલ સર્જન,સિવિલ હોસ્પિટલ,નડિયાદ
બાઈટ-2 સુરેશભાઈ પરમાર, દર્દી
બાઈટ-3 ભાવનાબેન બ્રહ્મભટ્ટ, દર્દી
બાઈટ-4 રેવાભાઈ સોલંકી, દર્દીના સ્વજન

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.