ETV Bharat / state

શિક્ષણ પ્રધાન હિંચકા ખાય અને શિક્ષક ઝોકા ખાય, તો આમાં શું વિદ્યાર્થીઓ બગાસા ખાય! - સરકારી શાળામાં સૂતા શિક્ષક

કઠલાલ તાલુકાના ચારણ નિકોલ ગામની પ્રાથમિક શાળામાં (Teacher Sleeping in Primary School) શિક્ષક ઊંઘતા ઝડપાયા છે. આ શાળામાં ત્રણ ધોરણ વચ્ચે એક શિક્ષક છે. ઊંઘતા શિક્ષકે ઝડપાતા શાળાના (Primary School Inverted Teacher) પોતાનો લૂલો બચાવ કરતા જોવા મળ્યા હતા.

રાજયની એક શાળામાં ત્રણ ધોરણ વચ્ચે એક જ માસ્તર, તે પણ શાળાએ આવીને કાયમ ઊંઘી જાય !

author img

By

Published : Jun 28, 2022, 4:14 PM IST

Updated : Jun 28, 2022, 5:38 PM IST

ખેડા : એક તરફ શિક્ષણના મસમોટા દાવાઓ તંત્ર દ્વારા કરવામાં આવી રહ્યા છે. ત્યારે ખેડા જિલ્લામાં શિક્ષણ વિભાગની વાસ્તવિકતા છતી કરતી તસવીરો જોવા મળી રહી છે. કઠલાલ તાલુકાના ચારણ નિકોલ ગામની પ્રાથમિક શાળામાં ત્રણ ધોરણ (Teacher Sleeping in Primary School) વચ્ચે માત્ર એક શિક્ષક છે. જે પણ રોજ ચાલુ ક્લાસે ઉંઘી જાય છે. ત્યારે અહીં બાળકો શું ભણતા હશે તે સમજી શકાય તેમ છે. ચાલુ ક્લાસે ઉંઘતા આ શિક્ષકની તસવીરો શિક્ષણ વિભાગની વાસ્તવિકતા અંગે ઘણું કહી જાય છે. શિક્ષકને માત્ર એક દિવસ પૂરતું કે એકાદ વખત ઝોકું આવી ગયું છે તેવું નથી. અહીં આ શિક્ષક આમ જ રોજ ચાલુ ક્લાસે ઉંઘી જાય છે.

ચારણ નિકોલ ગામની પ્રાથમિક શાળામાં માસ્તર આરામ માણતા મળ્યા જોવા

ધોરણ 6 થી 8 વચ્ચે એક જ શિક્ષક - કઠલાલ તાલુકાના ચારણ નિકોલ ગામે આવેલી પ્રાથમિક શાળામાં ચાલુ ક્લાસે ઉંઘતા રાજેન્દ્ર પટેલ નામના આ શિક્ષક ફરજ બજાવે છે. પરંતુ, જાણે તેઓ અહીં ઉંઘવા જ આવે છે તેવા દ્રશ્યો રોજ સર્જાય છે. ધોરણ 6 થી 8 માં 4 વિષયના માત્ર એક જ શિક્ષક છે, ત્યારે વિધ્યાર્થીઓ શું ભણતા હશે તે સમજી શકાય તેમ છે. કાયમ ઊંઘી રહેતા શિક્ષકને કારણે 14 જેટલા વિદ્યાર્થીઓએ અન્ય (Primary school inverted teacher) શાળામાં એડમિશન લીધા છે.

આ પણ વાંચો : ચાલતી ટ્રેન પકડવા ગયા શિક્ષક, પગ લપસ્યો પછી શું થયું...જુઓ વીડિયો

દવાનું ઘેન રહેતુ હોવાનો શિક્ષકનો બચાવ - આ અંગે વાલીઓ દ્વારા ગામના સરપંચને રજૂઆત કરાઈ હતી. જેને લઈ સરપંચે શિક્ષકને કહેતા તેઓએ બીમારીઓને લઈને દવા લેતા હોવાથી દવાનું ઘેન રહેતું હોવાથી ઊંઘ આવતી હોવાનું જણાવ્યું હતું, ત્યારે તેમની સાથે અહીં શિક્ષણ (Charan Nicole Village Primary School) તંત્ર પણ ઊઘતુ ઝડપાયું છે. જો તેમની દવા ચાલી રહી હોય તો રજા પર ઉતરી જવું જોઈએ તેવું પણ વાલીઓ કહી રહ્યા છે.

આ પણ વાંચો : શિક્ષક સંઘ દ્વારા કરવામાં આવેલી ગુપ્ત રજૂઆતના પડતર પ્રશ્નનો આવ્યો ઉકેલ

ભણાવવા અને ઊંઘવા પર સવાલ - શિક્ષક બાબતે વાલીઓ તેમજ આગેવાનો દ્વારા કરવામાં આવેલી રજૂઆતો બાદ શિક્ષણ વિભાગ દ્વારા (Teacher Sleeping School in Kheda) કાર્યવાહી કરવામાં આવનાર હોવાનું જાણવા મળી રહ્યું છે. જોકે શિક્ષણ વિભાગ દ્વારા તેમને અન્ય શાળામાં ખસેડવામાં આવનાર હોવાનું જાણવા મળી રહ્યું છે. પરંતુ, ત્યાં પણ તેઓ ભણાવવા જશે કે ઊંઘવા તે મોટો સવાલ છે.

Last Updated : Jun 28, 2022, 5:38 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.