- વસંત પંચમીની હર્ષોલ્લાસપૂર્ણ ઉજવણી
- ડાકોરના ઠાકોર સોનાની પિચકારીથી હોળી રમ્યા
- ડાકોર મંદિરમાં યોજાય છે 40 દિવસનો રંગોત્સવ
ખેડાઃ સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર ખાતે આજે વસંત પંચમીની હર્ષોલ્લાસપૂર્ણ ઉજવણી કરવામાં આવી હતી. વસંતપંચમી નિમિત્તે સોનાની પિચકારી ધારણ કરી ડાકોરના ઠાકોર ભાવિકો સાથે હોળી રમ્યા હતા. સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર ખાતે રણછોડરાય મંદિરમાં આજે વસંત પંચમીની હર્ષોલ્લાસ પૂર્ણ ઉજવણી કરવામાં આવી હતી. આજથી ડાકોર રણછોડરાય મંદિરમાં 40 દિવસીય રંગોત્સવનો પ્રારંભ થયો છે.
ડાકોરના ઠાકોર સોનાની પિચકારીથી હોળી રમ્યા
આજે વસંત પંચમીના રોજ શ્રૃંગાર આરતી પહેલા ભગવાન સોનાની પિચકારીથી ભક્તો સાથે હોળી રમ્યા હતા. તેમજ ધાણી-ચણા અને ખજૂરનો ભોગ ધરવામાં આવ્યો હતો. મંદિરમાં અબીલ ગુલાલની છોળો ઉડતા ભાવિકો ભાવ વિભોર બન્યા હતા.
ડાકોર મંદિરમાં યોજાય છે 40 દિવસનો રંગોત્સવ
ડાકોર મંદિરમાં વસંત પંચમીથી પ્રારંભ કરી હોળી સુધી 40 દિવસ રંગોત્સવની ઉજવણી કરવામાં આવતી હોય છે. જેમાં રાજાધિરાજ રણછોડરાયજી સોનાની પિચકારીમાં કેસરનું જળ ભરી હોળીના ફાગ ખેલી ભાવિકોને દર્શન આપે છે.