- વાજતે ગાજતે ફોર્મ ભરવા પહોંચ્યા ઉમેદવારો
- સોશિયલ ડિસ્ટન્સનો જોવા મળ્યો અભાવ
- જિલ્લામાં 5 નગરપાલિકા અને 8 તાલુકા પંચાયતોની ચૂંટણી
ખેડાઃ સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે ભાજપ દ્વારા ઉમેદવારોના નામની યાદી જાહેર કરવામાં આવી હતી. જેને લઈ જિલ્લામાં ભાજપ, કોંગ્રેસ તેમજ અપક્ષ ઉમેદવારોએ તાલુકા પંચાયત અને નગરપાલિકા ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવી હતી.
વાજતે ગાજતે ફોર્મ ભરવા પહોંચ્યા ઉમેદવારો
ખેડાના મહુધા ખાતે ઢોલ સાથે વાજતે ગાજતે મોટી સંખ્યામાં સમર્થકો સહિત ઉમેદવારો રેલી સ્વરૂપે ઉમેદવારી નોંધાવવા પહોંચ્યા હતા. જ્યાં ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી જીતનો આશાવાદ વ્યક્ત કર્યો હતો.
સોશિયલ ડિસ્ટન્સનો જોવા મળ્યો અભાવ
ફોર્મ ભરવા ઉત્સાહમાં ઉમેદવારો વાજતે ગાજતે મોટી સંખ્યામાં સમર્થકો સાથે પહોંચ્યા હતા. ઠેર ઠેર ફોર્મ ભરવા માટે ભીડ ઉમટી હતી. જેમાં સોશિયલ ડિસ્ટન્સનો સદંતર અભાવ જોવા મળ્યો હતો, ત્યારે ઉત્સાહના અતિરેકમાં નિયમોનો ભંગ થતો જોવા મળ્યો હતો.
જિલ્લામાં 5 નગરપાલિકા અને 8 તાલુકા પંચાયતોની ચૂંટણી
ખેડા જિલ્લામાં નડિયાદ, માતર, ખેડા, વસો, મહેમદાવાદ, મહુધા, ઠાસરા અને ગળતેશ્વર એમ 8 તાલુકા પંચાયતોની તેમજ નડિયાદ, કપડવંજ, કણજરી, કઠલાલ અને ઠાસરા નગરપાલિકાઓની ચૂંટણીઓ યોજાવાની છે.