ખેડાઃ જિલ્લાના ગોબલેજ ગામે આધુનિક સમાજ માટે ચેતવણીરૂપ ઘટના બની છે. જેમાં મોબાઇલમાં ગેમ રમવાને લઈ સગીર બાળક દ્વારા પોતાના પિતરાઈ ભાઈની હત્યા કરવામાં (Murder for playing game on mobile)આવી હતી. પરિવારજનો દ્વારા બાળક ગુમ થતા તપાસ હાથ ધરાઈ હતી જે દરમિયાન આ ચોંકાવનારી હકીકત સામે આવી હતી. જિલ્લાના ગોબલેજ ગામે એક પરિવારનો 11 વર્ષીય બાળક ગુમ થતાં(Murder of cousin in Kheda)પરિવારજનો દ્વારા શોધખોળ હાથ ધરાઈ હતી. જે દરમિયાન કૂવામાંથી હાથ પગ બાંધેલી હાલતમાં બાળકનો મૃતદેહ મળી આવ્યો હતો.
આ પણ વાંચોઃ સોશિયલ મીડિયામાં મિત્રતા કરતા પહેલા ચેતી જજો, પ્રેમ કરવો પડી શકે છે મોંઘો
બે ભાન હાલતમાં હાથ પગ બાંધી કૂવામાં ફેંકી દીધો - બન્ને બાળકો મોબાઈલમાં ફ્રી ફાયર ગેમ રમી રહ્યા હતા.જે દરમિયાન ગેમ રમવાના વારાને લઈ બન્ને વચ્ચે ઝઘડો થયો હતો.જેને લઈ પિતરાઈ મોટાભાઈએ નાના ભાઈની હત્યા કરી હતી. ગેમ રમવા બાબતે ઝઘડો થતાં પિતરાઈ મોટાભાઈએ નાના ભાઈને માથાના ભાગે પથ્થર મારતાં તે બેભાન થઈ ગયો હતો. બાદમાં બેભાન અવસ્થામાં તેના હાથ પગ બાંધી નજીકમાં આવેલ કૂવામાં ફેંકી દીધો હતો.જે બાદ તે ઘરે જતો રહ્યો હતો.
આ પણ વાંચોઃ દાહોદમાં ભર બજારે ચપ્પુના ઘા મારી યુવકને પતાવી દીધો, લોકો જોતા જ રહી ગયા
પરિવારજનોની પૂછપરછમાં સામે આવી હકીકત - બાળક ગુમ થતાં પરિવારજનો દ્વારા તેની શોધખોળ હાથ ધરાઈ હતી. જે દરમિયાન તેનો પિતરાઈ મોટોભાઈ તેના મૂળ વતન બાંસવાડા જતો રહ્યો હતો. જેને પરિવારજનો દ્વારા પરત લાવી ગુમ બાળક અંગે પૂછપરછ કરી હતી. જેમાં તેણે ગેમ રમવા બાબતે હત્યા કરી હોવાની સમગ્ર હકીકત જણાવી હતી. ખેડા ટાઉન પોલિસ દ્વારા કાર્યવાહી હાથ ધરાઈ છે. મહત્વનું છે કે હાલના સમયમાં બાળકોથી લઈ મોટા સુધી મોબાઈલ ગેમનો ક્રેઝ દિવસે દિવસે વધતો જઈ રહ્યો છે. ત્યારે આ કિસ્સો સમાજ માટે ચેતવણીરૂપ છે.