ETV Bharat / state

નડિયાદ રેલવે સ્ટેશન પર ભાજપ પ્રદેશ પ્રમુખનું ભવ્ય સ્વાગત કરાયુ

ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલનું ટ્રેનમાં પ્રવાસ દરમિયાન નડિયાદ રેલવે સ્ટેશન ખાતે ખેડા જિલ્લા ભાજપના કાર્યકરો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

Nadiad railway station
Nadiad railway station
author img

By

Published : Mar 3, 2021, 7:21 PM IST

  • ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલનું ભવ્ય સ્વાગત
  • ટ્રેનમાં પ્રવાસ દરમિયાન રેલવે સ્ટેશન પર સ્વાગત
  • અગ્રણીઓ સહિત મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યાં

ખેડા : સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં અભુતપૂર્વ વિજય બાદ ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી. આર.પાટીલનું શતાબ્દી એક્સપ્રેસ ટ્રેનમાં પ્રવાસ દરમિયાન નડિયાદ રેલવે સ્ટેશન પર ખેડા જિલ્લા ભાજપ દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

નડિયાદ રેલવે સ્ટેશન પર ભાજપ પ્રદેશ પ્રમુખનું ભવ્ય સ્વાગત કરાયુ

ભવ્ય વિજય બાદ કારથી પહોંચતા બે દિવસ લાગત

સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય થયો છે, ત્યારે ભાજપ પ્રદેશ પ્રમુખ જો કારથી પ્રવાસ કરતા તો ઠેર ઠેર તેમનું ભવ્ય સ્વાગત અને અભિવાદન થતાં તેમને સુરત પહોંચતા બે દિવસ જેટલો સમય લાગી શકતો હતો. જેને લઈને તેમને કાર્યકરોને મળતા મળતા ટ્રેનથી સુરત જઈ રહ્યાં હોવાનું સાંસદ દેવુસિંહ ચૌહાણને પૂછતા તેમને જણાવ્યું હતું.

અગ્રણીઓ સહિત મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યાં

આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ અર્જુનસિંહ ચૌહાણ, સાંસદ દેવુસિંહજી ચૌહાણ, માતર ધારાસભ્ય કેશરીસિંહ સોલંકી, મહામંત્રી વિપુલ પટેલ, વિકાસ શાહ, નટુ સોઢા, ઉપપ્રમુખ રાજન દેસાઈ તથા ભાજપના હોદ્દેદારો, નવા ચૂંટાયેલા કાઉન્સલર્સ તેમજ મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યાં હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.