ETV Bharat / state

નડીયાદ ખાતે કેવડીયા જતી ટ્રેનને ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ પ્રસ્થાન કરાવી - Education Minister Bhupendrasinh Chudasama

અમદાવાદથી પ્રસ્થાન થયેલી ટ્રેન સરદાર વલ્લભભાઇ પટેલની જન્મભુમિ નડિયાદ રેલ્વે-સ્ટેશન પર રોકાઈ હતી. જેમાં ખેડા જિલ્લાના 56 મહાનુભાવોને કેવડિયા-દર્શન અર્થે મોકલવામાં આવ્યાં હતા. ટ્રેન આવતા પહેલા રેલ્વે સ્ટેશન પર એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કેવડિયા રેલ્‍વે સ્‍ટેશન જતી ટ્રેનને શિક્ષણપ્રધાન ભૂપેન્‍દ્રસિંહ ચુડાસમાએ લીલી ઝંડી બતાવી પ્રસ્‍થાન કરાવ્‍યું હતું.

નડીયાદ ખાતે કેવડીયા જતી ટ્રેનને ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ પ્રસ્થાન કરાવી

author img

By

Published : Jan 17, 2021, 10:22 PM IST

  • કેવડીયા જતી ટ્રેનને ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ પ્રસ્થાન કરાવી
  • જય સરદારના નારા સાથે નડિયાદના 56 જેટલા નામાંકિત વ્યક્તિઓ, સંતો, વિદ્યાર્થીઓએ કેવડિયા પ્રસ્‍થાન કર્યુ
  • નગરજનોમાં અનેરો ઉત્‍સાહ

ખેડાઃ સમગ્ર દેશમાંથી વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીએ કેવડિયા જતી 8 ટ્રેનનો પ્રારંભ કરાવ્‍યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વીડિયો-કોન્ફરન્સ માધ્યમ દ્વારા વર્ચ્યુઅલી સંબોધન કર્યું હતું. અમદાવાદથી પ્રસ્થાન થયેલી ટ્રેન સરદાર વલ્લભભાઇ પટેલની જન્મભુમિ નડિયાદ રેલ્વે-સ્ટેશન પર રોકાઈ હતી. જેમાં ખેડા જિલ્લાના 56 મહાનુભાવોને કેવડિયા-દર્શન અર્થે મોકલવામાં આવ્યાં હતા. ટ્રેન આવતા પહેલા રેલ્વે સ્ટેશન પર એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ટ્રેનમાં જય સરદારના નારા સાથે નડિયાદના 56 નામાંકિત વ્‍યક્તિઓ/સંતો/વિદ્યાર્થીઓએ કેવડિયા ખાતે પ્રસ્‍થાન કર્યું હતું.

નડીયાદ ખાતે કેવડીયા જતી ટ્રેનને ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ પ્રસ્થાન કરાવી
નડીયાદ ખાતે કેવડીયા જતી ટ્રેનને ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ પ્રસ્થાન કરાવી

વડાપ્રધાનના આ વિકાસકાર્યથી ગુજરાતની કિર્તીમાં વધારો થશે: ભુપેન્દ્રસિંહ ચુડાસમા

શિક્ષણપ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ આ ગૌરવ ઘડીને આવકારતા કહ્યું હતું કે, આજે વિશ્વના દેશોની જેમ ભારત પણ પ્રવાસીનું કેન્દ્ર બની રહ્યું છે. વડાપ્રધાનના આ વિકાસકાર્યથી ગુજરાતની કિર્તીમાં વધારો થશે. કેવડિયાના આસપાસના હોટલ-ઉદ્યોગ, ખાણી-પીણી તેમજ ત્યા વસતાં આદિવાસીઓનો વિકાસ થશે. જાહેર સર્વે મુજબ કેવડિયા ખાતે છેલ્લા 2 વર્ષ દરમિયાન તાજમહેલ કરતા પણ વધુ પ્રવાસીઓએ મુલાકાત લીધી છે.

સરદાર પટેલની પ્રતિમાને લોકો નિહાળી શકે તે માટે આ ટ્રેનની શરુઆત કરવામાં આવી

દંડક પંકજ દેસાઈએ વડાપ્રધાનની પ્રશંસા કરતા કહ્યું હતું કે, લોખંડી સરદાર પટેલની પ્રતિમાને લોકો નિહાળી શકે તે માટે આ ટ્રેનની શરુઆત કરવામાં આવી હતી. દરેક પ્રવાસી માટે કેવડીયા યાદગાર સ્થળ બની રહ્યું છે. દેશ-વિદેશથી પ્રવાસી સરદાર પટેલની ઉંચી પ્રતિમા જોવા આવી રહ્યા છે. દરેક ખેડાવાસી માટે આ ઉત્સવની ઘડી છે. નડિયાદ રેલ્વે સ્ટેશન ખાતે આ ઐતિહાસિક ક્ષણે બાળકો દ્વારા દેશની કિર્તીને સમર્પિત એક કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. કેવડિયા પ્રવાસ કરતાં વડતાલના મહંત સ્વામીજીએ કહ્યું હતું કે, આજે સમગ્ર રાષ્ટ્ર માટે ગૌરવનો દિવસ છે. ટ્રેનના શુભારંભના પ્રસંગે મને પ્રવાસની તક આપી તે બદલ હું દેશના વડાપ્રધાન અને રાજ્યના મુખ્યપ્રધાન વિજય રુપાણીનો આભાર વ્યક્ત કરુ છુ. આ વિકાસકાર્ય સરદાર અને ગુજરાતની કિર્તીમાં ચાર ચાંદ લગાવી દેશે.

નગરજનોએ ઉપસ્થિત રહી પ્રવાસીઓને હર્ષોલ્‍લાસ સાથે વિદાય આપી

ટ્રેન આવતાં શિક્ષણપ્રધાન ભુપેન્દ્ર સિંહ ચુડાસમા, દંડક પંકજ દેસાઇ, સાંસદ દેવુસિંહ ચૌહાણ, જિલ્‍લા પંચાયત પ્રમુખ નયનાબેન પટેલ, ધારાસભ્ય કેસરીસિંહ સોલંકી, જિલ્‍લા કલેકટર આઇ.કે.પટેલ, જિલ્‍લા વિકાસ અધિકારી ડી.એસ.ગઢવી, જિલ્‍લા પોલીસ અધિક્ષક દિવ્‍ય મિશ્ર, નિવાસી અધિક કલેકટર રમેશ મેરજા, રેલ્‍વે સ્‍ટેશન માસ્‍તર દેવડા, પદાધિકારીઓ અને અધિકારી સહિત મોટી સંખ્‍યામાં દેશભકતો અને નગરજનો ઉપસ્થિત રહી પ્રવાસીઓને હર્ષોલ્‍લાસ સાથે વિદાય આપી હતી. અંતે રેલ્‍વેને લીલી ઝંડી બતાવી પ્રધાન ભૂપેન્‍દ્રસિંહ ચુડાસમાએ પ્રસ્‍થાન કરાવ્‍યું હતું.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.