- શિક્ષિકાની પરત ગામમાં બદલી થતા ગ્રામજનોનો હોબાળો
- ગ્રામજનોની શિક્ષિકાની બીજે બદલી કરવા માગ
- ગ્રામજનો દ્વારા શાળાને તાળાબંધી કરવાની ચીમકી
ખેડાઃ મહેમદાવાદ તાલુકાના ગાડવા ગામે આવેલી પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા શિક્ષિકાના વર્તનને લઈને ગ્રામજનોમાં નારાજગી ફેલાઈ હતી. શાળામાં તેમજ ગામમાં તેમના સરમુખત્યારી વર્તનને લઈ ગ્રામજનોએ તેમની બદલી કરવાની રજૂઆત કરતા તેમની ગાડવા ગામેથી ખેડા તાલુકામાં બદલી કરવામાં આવી હતી.
આ પણ વાંચોઃ પોરબંદરના રાષ્ટ્રીય એવોર્ડ વિજેતા શિક્ષિકાએ આપ્યો મહિલાઓ માટે સંદેશો
શિક્ષિકાની પરત ગામમાં બદલી થતા હાજર થવા આવતા હોબાળો
ખેડા તાલુકામાં બદલી બાદ થોડા જ સમયમાં કેનેથબેનની ગાડવા પ્રાથમિક શાળામાં પરત બદલી થઈ હતી. જેને લઈ તેઓ હાજર થવા આવતા ગ્રામજનો તેમજ આગેવાનોએ તેમને હાજર ન કરવા રજૂઆત કરી હોબાળો મચાવ્યો હતો.
આ પણ વાંચોઃકડીમાં ધોળા દિવસે ઘરમાં ઘુસી ચપ્પુની અણીએ દાગીનાની લૂંટ, તસ્કરો ફરાર
ગ્રામજનોની શાળાને તાળાબંધી કરવાની ચીમકી
અઠવાડિયા અગાઉ શિક્ષિકા શાળામાં હાજર થવા આવતા ગ્રામજનોએ વિરોધ નોંધાવી શાળાને તાળાબંધી કરી હતી.જો કે પ્રાથમિક શિક્ષણાધિકારી અને શિક્ષક સંઘના આગેવાનોની સમજાવટથી મામલો થાળે પડ્યો હતો, ત્યારે હવે જો શિક્ષિકા શાળામાં હાજર થશે તો ગ્રામજનોએ બાળકોના લિવિંગ સર્ટિ કઢાવી શાળાને તાળાબંધી કરવાની ચીમકી ઉચ્ચારી હતી.