- સહયોગ થકી સંક્રમણ નિયંત્રિત કરી શકાશે
- ખેડા જિલ્લા વહીવટી તંત્ર સંપૂર્ણપણે સજ્જ છે
- કોરોના સંક્રમણને નિયંત્રિત કરવા સરકારી ગાઈડલાઈનને અનુસરવા અનુરોધ
ખેડાઃ સમગ્ર રાજ્ય સહિત ગ્રમ્ય વિસ્તારમાં પણ કોરોનાએ કાળો કહેર વર્તાવી રહ્યો છે ત્યારે જિલ્લા કલેક્ટર આ.કે.પટેલે જણાવ્યું હતું કે, જિલ્લામાં વધતા જતા કેસને નિયંત્રિત કરવા તથા કોરોના સંક્રમિત થઈ ગયેલા દર્દીઓ માટે પૂરતી વ્યવસ્થા કરવામાં આવી રહી છે. ખેડા જિલ્લામાં 10 સરકારી અને 24 ખાનગી હોસ્પિટલમાં 1000 બેડની ઑક્સિજન સાથે વ્યવસ્થા ઉપલબ્ધ કરવામાં આવી છે. એટલું જ નહીં રાજ્ય સરકાર દ્વારા ખેડા જિલ્લામાં પણ 500 રેમડેસિવિર ઈન્જેક્શનનો જથ્થો પણ પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે. જે સરકારી હોસ્પિટલો તથા ખાનગી હોસ્પિટલોમાં સરકારે નિયત કરેલા ભાવે જ મળી રહેશે. તેથી કોઈએ ગભરાવવાની જરૂર નથી તેમ જિલ્લા કલેક્ટરે જણાવ્યું હતું.
આ પણ વાંચોઃ કોરોનાના વધતા જતાં સંક્રમણ વચ્ચે વડોદરાનું જનસેવા કેન્દ્ર પાંચ દિવસ બંધ રહેશે
કોરોના સંક્રમણને નિયંત્રિત કરવા સરકારી ગાઈડલાઈનને અનુસરવા કરાયો અનુરોધ
ખેડા જિલ્લામાં કોરોના સંક્રમણ અટકાવવા લોકોને-નગરજનો અને ગ્રામજનોને કલેક્ટરે અપીલ કરતા જણાવ્યું હતું કે, ઘરમાં કોઈ એક વ્યક્તિ સંક્રમિત હોય ત્યારે ઘરના અન્ય વ્યક્તિઓએ પણ સાવચેતી રાખીને ટેસ્ટ કરાવી લેવા તથા સંક્રમિત થયેલા વ્યક્તિને તાત્કાલિક સારવાર કરાવવી જોઈએ. જેથી વધુ સંક્રમણની શક્યતાઓ નહીંવત થઈ શકશે. જિલ્લા વહીવટીતંત્ર અને નાગરિકોના સહયોગથી સંક્રમણને નિયંત્રિત કરી શકીશું તેમ કલેક્ટરે જણાવ્યું હતું.