ખેડાઃ ચરોતરમાં અવકાશી પદાર્થ પડવાનો સિલસિલો પણ યથાવત (Mysterious sphere in poultry farm )રહ્યો હતો. ગુરુવારે આણંદ જિલ્લાના ગામોમાં અવકાશી ગોળો પડ્યા બાદ આજે ખેડા જિલ્લાના ભુમેલ ગામમાં પણ અવકાશી ગોળો પડવાની ઘટના બની છે. જેને લઈ લોકોમાં કૂતૂહલ સાથે ભયની લાગણી ફેલાઈ છે. પોલીસ દ્વારા અવકાશી પદાર્થનો કબજો લઈને વધુ (Mysterious sphere in Kheda )તપાસ માટે એફએસએલને જાણ કરવામાં આવી છે.
આ પણ વાંચોઃ ગોંડલ તાલુકામાં વિચિત્ર અવકાશી નજારો દેખાયો, વીડિયો વાયરલ
અવકાશી ગોળો પડ્યો - આણંદ જિલ્લાના ઉમરેઠ તાલુકાના ગામોમાં અવકાશી ગોળો પડ્યો હતો. જે બાદ આજરોજ ફરી એકવાર ખેડા જિલ્લાના ભૂમેલમાં પણ તેવો જ અવકાશી ગોળો પડ્યો છે. ખેડા જિલ્લાના ભુમેલ ગામે આવેલા પોલટ્રી ફાર્મમાં ભારે અવાજ સાથે રાત્રે અવકાશી ગોળો પડ્યો હતો. ભારે અવાજ સાથે રાત્રે ગોળો પડતા પોલટ્રી ફાર્મના માલિક ગભરાઈ જતા સરપંચને જાણ કરી હતી. અવકાશમાંથી ગોળો પડવાની જાણ થતા ગામલોકોમાં પણ કુતુહલ સર્જાયુ હતું. મોટી સંખ્યામાં લોકો ગોળો જોવા દોડ્યા હતા. પોલીસ દ્વારા ગોળો(Kheda police) કબ્જે કરી એફએસએલને તપાસ માટે જાણ કરવામાં આવી હતી.
આ પણ વાંચોઃ આણંદના આ ગામ પાસે પડ્યા અવકાશી ગોળા, ગામોમાં ફેલાયું આશ્ચર્ય
ઉપગ્રહનો છૂટો પડેલો ભાગ હોવાનું અનુમાન - સરપંચે ચકલાસી પોલીસને જાણ કરતા ચકલાસી પોલીસ તુરંત ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે સ્થળ તપાસ કરી અવકાશી પદાર્થનો કબજો લઈને આ અંગેની વધુ તપાસ માટે એફએસએલને જાણ કરવામાં આવી હતી. પ્રાથમિક તપાસમાં આ અવકાશી પદાર્થ ઉપગ્રહનો છૂટો પડેલો ભાગ હોવાનું અનુમાન છે. જો કે તેનાથી કોઈને નુકશાન પહોંચ્યું નથી. મહત્વનું છે કે ચરોતરમાં છેલ્લા બે દિવસથી અવારનવાર આ પ્રકારની ઘટના બનતા લોકોમાં કુતૂહલ સાથે ભયનો માહોલ છવાયો છે.