ETV Bharat / state

નડીયાદ કોર્ટે સગીરા સાથે દુષ્કર્મના કેસમાં આરોપીને દસ વર્ષની સજા ફટકારી

author img

By

Published : Feb 18, 2021, 8:07 AM IST

નડીયાદ તાલુકાના એક ગામમાંથી લગ્નની લાલચ આપી અજય ઠાકોર નામનો આરોપી સગીરાને ભગાડી ગયો હતો. જે બાદ સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હતું. જે કેસમાં નડીયાદ કોર્ટે આરોપીને દસ વર્ષની સજા ફટકારી છે.

સ્પેશ્યલ કોર્ટમાં ચાલ્યો કેસ
સ્પેશ્યલ કોર્ટમાં ચાલ્યો કેસ
  • દુષ્કર્મના આરોપીને 10 વર્ષની સજા
  • સગીરાને ભગાડી જઈ આચર્યું હતું દુષ્કર્મ
  • વળતર પેટે રૂપિયા 1 લાખ ચૂકવવાનો હુકમ

ખેડા: ગયા વર્ષે માર્ચ માસમાં દેગામનો અજય (ઉર્ફે-પકો) બોચી ઠાકોર 14 વર્ષીય સગીરાને લગ્ન કરવાની લાલચ આપી ઘરેથી ભગાડી ગયો હતો. જ્યાં તેણે સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હતું. જે મામલે પોલીસે તેની સામે ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી તેમજ સ્પેશ્યલ કોર્ટમાં કેસ ચાલ્યો હતો. કેસમાં આરોપીને સજા ફટકારવા સાથે ન્યાયાધિશ ડી.આર.ભટ્ટે વળતર પેટે રૂપિયા 1 લાખ ચૂકવી આપવાનો પણ હુકમ કર્યો હતો.

દુષ્કર્મના આરોપીને 10 વર્ષની સજા
દુષ્કર્મના આરોપીને 10 વર્ષની સજા

સ્પેશ્યલ કોર્ટમાં ચાલ્યો કેસ

દુષ્કર્મનો આ કેસ ખેડા જિલ્લાની સ્પેશ્યિલ કોર્ટમાં ન્યાયાધિશ ડી.આર.ભટ્ટ સમક્ષ ચાલવવામાં આવ્યો હતો. જેમાં સરકારી વકીલ ધવલ બારોટની દલીલ, દસ્તાવેજી પુરાવા અને 9 સાક્ષીઓની જુબાનીને ધ્યાને લઇ કોર્ટે આરોપી અજય ઠાકોરને IPC-કલમના ગુનામાં 5 વર્ષની સખત કેદની સજા અને રૂપિયા 10 હજારનો દંડ અને દંડ ન ભરે તો વધુ 6 માસની સખત કેદ, IPC-કલમ 376(2)(એન)ના ગુનામાં 10 વર્ષની સખત કેદની સજા અને રૂપિયા 10 હજારનો દંડ અને દંડ ન ભરે તો વધુ 6 માસની કેદની સજાનો હુકમ કર્યો હતો. તેમજ પોક્સો એક્ટની કલમ-3 (એ) સાથે 4ના ગુનામાં 10 વર્ષની સખત કેદ અને રૂપિયા 10 હજારનો દંડ અને દંડ ન ભરે તો વધુ 6 માસની કેદની સજા તથા પોક્સો એક્ટની કલમ-5(એલ) સાથે 6 ના ગુનામાં 10 વર્ષની સખત કેદની સજા અને રૂપિયા 10 હજારનો દંડ અને દંડ ન ભરેતો વધુ 6 માસની કેદની સજાનો હુકમ કર્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.