ETV Bharat / state

તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી સગીરાની જાહેરમાં કરાઇ હત્યા

ખેડા જિલ્લાના માતર તાલુકાના ત્રાજ ગામે જાહેરમાં સગીરા પર તિક્ષ્ણ હથિયારના ઘા મારી હત્યા કરવામાં આવી છે. આ બનાવને લઇને ચકચાર મચી જવા પામ્યો છે. સહેલી સાથે ઠંડા પીણા લેવા ગયેલી સગીરા પર ગામના જ એક આધેડ દ્વારા હત્યા કરવામાં આવી છે. સુરત ગ્રીષ્મા બાદ સરાજાહેર વધુ એક હત્યા સામે આવી છે. A minor was publicly killed in Kheda, Kheda murder case, Kheda murder case, ONE SIDE LOVE IN MURDER

તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી સગીરાની જાહેરમાં કરાઇ હત્યા
તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી સગીરાની જાહેરમાં કરાઇ હત્યા
author img

By

Published : Aug 18, 2022, 6:44 PM IST

ખેડા માતર તાલુકાના ત્રાજ ગામમાં ગઈકાલે સાંજના સમયે 15 વર્ષીય કૃપા પટેલ નામની સગીરા પોતાની સહેલી સાથે દુકાને ઠંડાપીણા લેવા માટે ગઈ હતી. તે દરમિયાન અચાનક રાજુ પટેલ નામનો 42 વર્ષિય આધેડ કૃપાને ગળાના ભાગ તેમજ હાથ પર કટર વડે ઘા મારવા લાગ્યો હતો ( A minor was publicly killed in Kheda). હુમલા બાહ આરોપી રાજુ ફરાર થઈ ગયો હતો. લોહી લુહાણ હાલતમાં સગીરાને સારવાર માટે ખેડા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવી હતી. ઘટનાની જાણ થતા ઉચ્ચ પોલિસ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા (Kheda murder case). પોલીસ દ્વારા આરોપીની અટકાયત કરી ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરાઈ છે.

તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી સગીરાની જાહેરમાં કરાઇ હત્યા

સગીરાની હત્યા મૃતક સગીરાના પરિવાર દ્વારા આરોપીને ખુબજ ટૂંકા ગાળામાં સજા થવી જોઈએ તેવી માંગ કરવામાં આવી છે. જિલ્લા પોલીસ વડા રાજેશ ગઢીયાએ જણાવ્યું છે કે, રાજેશ પટેલે કાગળ કાપવાના કટરથી કૃપાને ગળાના ભાગે વાર કર્યા હતા, જેના કારણે મોત નિપજાવ્યું છે. રાજેશ પટેલની ભત્રીજી અને મૃતક કૃપા બંને બહેનપણીઓ હતી. મરણ જનારની આરોપીના ઘરે અવર જવર થતી હતી. એક તરફી આકર્ષણના કારણે આ હીન કૃત્ય આચર્યું હોવાનું જાણવા મળ્યું છે. આરોપીની ધરપકડ કરી દેવામાં આવી છે અને તેની પૂછપરછ ચાલુ છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.