ETV Bharat / state

નડિયાદ નગરપાલિકાના કાઉન્સિલર વિરૂદ્ધ જાહેરનામા ભંગનો ગુનો નોંધાયો - Violation of declarations

નડિયાદ નગરપાલિકાના વોર્ડ નંબર 4ના કાઉન્સિલર સામે જાહેરનામા ભંગનો ગુનો નોંધવામાં આવ્યો છે.શહેરના એક ખાનગી પાર્ટી પ્લોટના ઉદ્ઘાટન પ્રસંગે અને પિતરાઇ ભાઇનો જન્મ દિવસની ઉજવણીમાં 50 માણસોથી વધુ માણસો ભેગા થતાં કલેકટરના જાહેરનામાનું ઉલ્લંઘન થતાં શહેર પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

tt
નડિયાદ નગરપાલિકાના કાઉન્સિલર વિરૂદ્ધ જાહેરનામા ભંગનો ગુનો નોંધાયો
author img

By

Published : Jun 3, 2021, 2:08 PM IST

  • વોર્ડ નં.4 ના ભાજપના કાઉન્સિલર સામે જાહેરનામા ભંગની ફરિયાદ
  • પાર્ટી પ્લોટના ઉદ્ઘાટન અને પિતરાઇ ભાઇના જન્મ દિવસની ઉજવણી કરી
  • ઉજવણીમાં વધુ માણસો ભેગા કરી જાહેરનામાનો ભંગ કર્યો

નડિયાદ: શહેરમાં જલારામ મંદિર પાછળ આવેલ વિજય લક્ષ્મી સોસાયટીમાં નડિયાદ નગરપાલિકામાં વોર્ડ નંબર 4ના ભાજપના કાઉન્સિલર બાલાભાઈ નાગજીભાઈ ભરવાડ રહે છે.જેમણે વધુ માણસો ભેગા કરી ઉજવણી કરી હતી.

50થી વધુ માણસ ભેગા કર્યા

ફરિયાદમાં જણાવ્યા મુજબ કાઉન્સિલરે બંસરી પાર્ટી પ્લોટના ઉદ્ઘાટન સમારોહ તેમજ પિતરાઇ ભાઇ નવઘણ ભાનુભાઈ ભરવાડના જન્મ દિવસના પ્રસંગે પ્લોટમાં 50થી વધુ માણસો ભેગા કરી ઉજવણી કરી હતી.જેમાં કલેક્ટરે બહાર પાડેલા કોવિડના જાહેરનામાનો ભંગ કર્યો હતો.

આ પણ વાંચો : ભાજપના ધારાસભ્યનો નિયમ તોડ ડાન્સઃ પુત્રીના હલ્દી સમારોહમાં સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કરી કર્યો ડાન્સ

નડીયાદ ટાઉન પોલિસે હાથ ધરી કાર્યવાહી

કાઉન્સિલર બાલાભાઈ ભરવાડ વિરુદ્ધ નડિયાદ ટાઉન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. જેમાં કલેક્ટરના જાહેરનામાનું ઉલ્લંઘન થતાં શહેર પોલીસે ધી એપેડેમીક ડીસીઝ(એમેન્ડમેન્ટ) ઓર્ડીનન્સ 2020 તેમજ આઈપીસી 188 મુજબ ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી દીધી છે.

આ પણ વાંચો : violating of corona guidelines -લોક ગાયિકા સહિત 3 લોકો સામે ફરિયાદ, સાંસદ સામે કોઇ કાર્યવાહી નહીં

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.