- ખેડાના નડીયાદમાં અચાનક જ જૂનું મકાન થયું ધરાશાયી
- મકાનનો કાટમાળા ધડાકાભેર ભરબજારની વચ્ચોવચ પડ્યો
- મકાનનો કાટમાળ વીજળીના વાયર પર પડતા વીજ પૂરવઠો ખોરવાયો
આ પણ વાંચોઃ નડિયાદમાં વરસાદને કારણે કોમ્પ્લેક્સનો સ્લેબ ધરાશાયી, કોઈ જાનહાનિ નહી
નડીયાદઃ ડભાણ ભાગોળ વિસ્તારમાં એક જૂનું મકાન હતું. જોકે, બુધવારે બપોરના સમયે અચાનક જ આ મકાન ધરાશાયી થઈ ગયું હતું. મકાન ધરાશાયી થતા ધડાકાભેર મકાનનો કાટમાળ નીચે પડ્યો હતો. મકાન કેવું ભયાનક રીતે પડ્યું હશે તે તમે દ્રશ્યમાં જોઈ શકો છો. જોકે, મકાનનો કાટમાળ પડ્યો ત્યારે ત્યાં કોઈ વ્યક્તિ હાજર ન હોવાથી કોઈ જાનહાનિ નથી થઈ, પરંતુ મકાનનો કાટમાળ વીજળીના વાયરો પર પડતા વીજ પૂરવઠો ખોરવાઈ ગયો હતો.
હજી પણ અનેક જર્જરિત મકાનો પડે તેવી સંભાવના
અંદાજે 100 વર્ષ જૂનું મકાન જર્જરિત હાલતમાં હોઈ અચાનક ધરાશાયી થયું હતું. મકાનનો કાટમાળ વીજળીના વાયરો પર પડયો હતો, જેને લઈ સમગ્ર વિસ્તારમાં વીજ પુરવઠો ખોરવાઈ જવા પામ્યો હતો. ફાયરબ્રિગેડ અને MGVCLની ટીમે ઘટનાસ્થળે પહોંચી સમગ્ર કાર્યવાહી કરી હતી. મહત્ત્વનું છે કે, શહેરના વિવિધ વિસ્તારોમાં અનેક જૂના અને જર્જરિત મકાનો છે, જે અવારનવાર ધરાશાયી થવાની ઘટનાઓ બનતી હોય છે. આ મકાનમાં અનેક જીવલેણ ઘટનાઓ બની હોવા છતાં નગરપાલિકા દ્વારા યોગ્ય કાર્યવાહી ન કરાતા નગરજનોમાં રોષ જોવા મળી રહ્યો છે.
આ પણ વાંચોઃ બિહારમાં સ્કૂલની દિવાલ પડતા 6 મજૂરના મોત, 3 ઈજાગ્રસ્ત