ETV Bharat / state

કપડવંજની 8 વર્ષીય જાન્યાનો ભારતીય વિદ્યાર્થીઓને મદદ માટે USમાં 333 કીમીનો સાઇકલ પ્રવાસ

ભારતીય વિદ્યાર્થીઓને આર્થિક રીતે મદદરૂપ થવા અમેરિકામાં 333 કિલોમીટરનો સાહસિક સાઈકલ પ્રવાસ કર્યો હતો. કપડવંજના અને અમેરિકામાં સ્થાયી થયેલા પરિવારની દીકરીએ જોખમકારક પ્રવાસ કરી એકત્રિત કરાયેલા રૂપિયા ભારતીય દીકરીઓને અભ્યાસમાં મદદ કરતી સંસ્થા આપશે. Cycle tour 333 km in America, Jana Cycle Tour in US, Help for Indian students

કપડવંજની 8 વર્ષીય જાન્યાનો ભારતીય વિદ્યાર્થીઓને મદદ માટે USમાં 333 કીમીનો સાઇકલ પ્રવાસ
કપડવંજની 8 વર્ષીય જાન્યાનો ભારતીય વિદ્યાર્થીઓને મદદ માટે USમાં 333 કીમીનો સાઇકલ પ્રવાસ
author img

By

Published : Sep 8, 2022, 8:09 PM IST

ખેડા જિલ્લાના કપડવંજના અને અમેરિકામાં સ્થાયી થયેલા પાર્થિક તેલીની આઠ વર્ષિય દીકરી જાન્યાએ ભારતીય વિદ્યાર્થીઓને આર્થિક રીતે મદદરૂપ થવા અમેરિકામાં 333 કિલોમીટરનો સાહસિક સાઈકલ પ્રવાસ કર્યો હતો. સાયકલ પ્રવાસ દરમિયાન (Jana Cycle Tour in US)એકત્રિત કરાયેલા રૂપિયા એક લાખ ભારતીય દીકરીઓને અભ્યાસમાં મદદ(Help for Indian students) કરતી સંસ્થામાં મોકલવામાં આવશે.

USમાં 333 કીમીનો સાઇકલ પ્રવાસ

માતાપિતાના સાઈકલ પ્રવાસથી મળી પ્રેરણા ભારતીય જરુરિયાતમંદ દીકરીઓને આર્થિક મદદરૂપ થવા માટે કપડવંજની અમેરિકા ખાતે રહેતી આઠ વર્ષિય દીકરીએ સાહસિક પ્રવાસ કરી અનોખું ઉદાહરણ પુરૂ પાડ્યું છે. ધોરણ 2 માં અભ્યાસ કરતી આઠ વર્ષિય જાન્યાના માતાપિતા પાર્થિક અને અંકિતાબહેને વર્ષ 2017-18 માં સાયકલ પ્રવાસ કર્યો હતો. જેમાંથી પ્રેરણા લઈ જાન્યાએ સાહસિક સાઈકલ પ્રવાસનો નિર્ણય લીધો હતો. જે માટે માતાપિતાના પ્રોત્સાહનથી સાઈકલ પ્રવાસની તાલીમ મેળવી હતી. જે બાદ સાહસિક સાઈકલ પ્રવાસ કરી પ્રવાસ પૂર્ણ કર્યો હતો.

ભારતીય દીકરીઓને અભ્યાસમાં મદદ જાન્યાએ 333 કિલામીટરનો જોખમકારક અને 5100 ફીટ ઉંચાઈવાળો સાઈકલ પ્રવાસ 18 કલાક અને 20 મિનિટમાં પુરો કર્યો હતો. આ સાયકલ પ્રવાસ દરમિયાન તેણે રૂપિયા 1 લાખ એકઠા કર્યા હતા. જે રકમ તે ભારતીય દીકરીઓને અભ્યાસમાં મદદ કરતી સંસ્થા આશા ફાઉન્ડેશનને આપશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.