- નડીયાદ જિલ્લામાં સૌથી વધારે 41 કેસ નોંધાયા
- જિલ્લામાં 18 વર્ષની અંદર 8 બાળકો થયા કોરોના
- જિલ્લામાં દિવસેને દિવસે કોરોના સંક્રમણ વધ્યું
ખેડાઃ જિલ્લામાં દિવસેને દિવસે કોરોના સંક્રમણ વધી રહ્યું છે. દરરોજ વધતી સંખ્યામાં નવા કેસો આવી રહ્યા છે. ખેડા જિલ્લામાં રવિવારે કોરોનાના નવા 69 પોઝિટિવ કેસ નોંધાયા છે, જેમાં સૌથી વધુ નડીયાદમાં 41 કેસ, મહેમદાવાદમાં 6, મહુધામાં 4, કપડવંજમાં 4, ખેડામાં 3, કઠલાલમાં 3, ગળતેશ્વરમાં 3, માતરમાં 3, વસોમાં 1 અને ઠાસરામાં 1 મળી નવા 69 કેસ નોધાયા છે.
આ પણ વાંચોઃ કુનરીયા ગ્રામપંચાયતે જનતામાં કોરોના અંગે જાગૃતિ ફેલાવવા માટે નવતર પ્રયોગ કર્યો
યુવાનો અને વડીલો કોરોના સંક્રમિત થઈ રહ્યા છે
જિલ્લામાં મોટી ઉંમરના વડીલો સહિત યુવાનો અને બાળકો પણ સંક્રમણની ઝપેટમાં આવી રહ્યા છે. હવે 18 વર્ષથી નીચેના 8 બાળકો પણ કોરોનાથી સંક્રમિત થયા છે.
આ પણ વાંચોઃ રાજ્યમાં રેકોર્ડબ્રેક કેસ નોંધાયા, છેલ્લા 24 કલાકમાં 10,340 કેસ, 110ના મોત
જિલ્લામાં કુલ 272 દર્દી દાખલ
જિલ્લામાં અત્યાર સુધી કુલ 4,611 કોરોના પોઝિટિવ કેસ નોધાયા છે, જેમાંથી 4,320 દર્દીઓને રજા આપવામાં આવી છે. જ્યારે હાલ જિલ્લામાં વિવિધ હોસ્પિટલમાં કુલ 272 દર્દીઓ સારવાર હેઠળ દાખલ છે.