ખેડા: ખેડા નેશનલ હાઇવે નંબર-8 પર આવેલ ભૂમેલ ગામે રેલવે બ્રિજ પાસે ગત મોડી સાંજે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં એસટી બસ પાછળ ધડાકાભેર બાઈક અથડાયું હતું. બાઇક અથડાતાં બાઈક પર સવાર બે પુરુષોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યાં હતાં.

જ્યારે એક મહિલા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં તેને સારવાર માટે ખસેડવામાં આવી હતી. જેનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ ઘટનાને પગલે હાઇવે પેટ્રોલિંગની ટીમ તેમ જ ચકલાસી પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને કાર્યવાહી હાથ ધરી હતી.
તમામ મૃતક નડિયાદના કણજરી ગામના વતની હતાં. જે બાઈક પર જઈ રહ્યાં હતાં. તે દરમિયાન એસટી બસ પાછળ રોંગ સાઈડે આવી બાઈક ધડાકાભેર અથડાઈ હતી. જેમાં બાઈકનો કચ્ચરધાણ વળી ગયો હતો.
