ખેડા: જિલ્લાના ગળતેશ્વર નજીક આવેલી મહી કેનાલ વરસાદ સારો થવાથી 2 કાંઠે છે. ગુરુવારે આ કેનાલમાં 18 વર્ષીય 2 યુવાનો તણાયા છે.
મળતી માહિતી મુજબ, ઠાસરા તાલુકાના કોતરિયા ગામના એક જ કુટુંબના 2 યુવાનો ખેત મજૂરી કરવા માટે આવ્યા હતા. મજૂરીકામ બાદ બન્ને કેનાલમાં હાથપગ ધોવા જતાં બન્ને યુવાનો કેનાલમાં તણાયા ગયા હતા. જેથી સ્થાનિક તરવૈયાઓ દ્વારા બન્ને યુવાનોની શોધખોળ હાથ ધરવામાં આવી છે.