- એક જ કોમના બે જૂથો વચ્ચે ભારે પથ્થરમારો
- 12 ઉપરાંત વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થયા
- શહેર પોલીસે સ્થિતિ કાબૂમાં લઈ કાર્યવાહી હાથ ધરી
ખેડા : નડિયાદ શહેરના મરીડા ભાગોળ પાંચ હાટડી કેટલીન બ્લિડિંગ વિસ્તારમાં અંગત અદાવતને લઈ એક જ કોમના બે જૂથો વચ્ચે ઝઘડો થયો હતો અને મામલો ઉગ્ર બન્યો હતો. જેમાં ભારે પથ્થરમારો થયો હતો.
આ પણ વાંચો : કમલીવાડા ગામમાં અનુસૂચિત જાતિના યુવાનના લગ્નમાં થયો પથ્થરમારો
પથ્થરમારો થતાં 12 ઉપરાંત વ્યક્તિઓ ઈજાગ્રસ્ત
પથ્થરમારો થતાં 12 ઉપરાંત વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થયા હતા. કેટલાક વાહનોને પણ સામાન્ય નુકસાન થયું હતું. ઈજાગ્રસ્તોને 108 દ્વારા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. ઘટનાની જાણ નડિયાદ શહેર પોલીસને થતાં ઉચ્ચ અધિકારીઓ સહિત પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. સ્થિતિ વધુ વણસે તે પહેલાં તેને કાબૂમાં લેવાઇ હતી.
આ પણ વાંચો : ST બસ અને ટ્રક પર પથ્થરમારો, નોંધાય ફરિયાદ
મદ્રેસામાં ભણી રહેલા બાળકો પર એકાએક હુમલો
સ્થાનિકોના જણાવ્યા મુજબ, મદ્રેસામાં ભણી રહેલા બાળકો પર એકાએક હુમલો કરતાં મામલો બિચક્યો અને એ બાદ પથ્થરમારો થતાં બાળકોની સાથે-સાથે કેટલીક મહિલાઓ પણ ઇજાગ્રસ્ત થઇ છે. આ ઘટનામાં બન્ને પક્ષની ફરિયાદમાં શું લખાય છે તે જોવું રહ્યું.