ખેડા:કોરોનાની મહામારીએ સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવ્યો છે. ગુજરાત સહિત દેશમાં દિવસેને દિવસે કોરોના વાઈરસનું સંક્રમણ વધી રહ્યું છે. જેને લઈ 21 દિવસનું લોકડાઉન જાહેર કરી કોરોના સામે લડત શરૂ કરવામાં આવી છે. જેમાં સમર્થન આપવા સાથે યથાશક્તિ દાન આપવા પણ લોકોને અપીલ કરવામાં આવી છે. જેના પ્રતિસાદ રૂપે કોરોના સામેની લડતમાં લોકો દ્વારા વડાપ્રધાન ફંડ તેમજ મુખ્યમંત્રી રાહત ફંડમાં ફાળો આપવામાં આવી રહ્યો છે.

જેમાં ખેડા જીલ્લાના મહેમદાવાદના બી.આર.સી કોર્ડિનેટર દિપક સુથારની 5માં ધોરણમાં અભ્યાસ કરતી દસ વર્ષીય દિકરી હિયાએ પણ કોરોના સામે લડવા પોતાનો ફાળો આપ્યો છે. હિયાએ પોતાની બચતમાંથી 551 વડાપ્રધાન રાહત કોષમાં અને 551 મુખ્યમંત્રી રાહતફંડમાં એમ 1100 રૂ.નો ફાળો ઓનલાઇન ટ્રાન્સફર કર્યો હતો.
