જૂનાગઢઃ હાલ સમગ્ર દેશની સાથે ગુજરાતમાં પણ કોરોના વાઇરસ તેનો કાળમુખી પ્રહાર કરી રહ્યો છે, ત્યારે સમગ્ર રાજ્યની સાથે હવે સૌરાષ્ટ્રમાં પણ ચિંતા જોવા મળી રહી છે. સંકટના સમયમાં ગરીબ અને મજૂર વર્ગ માટે બે ટકનું ભોજન મેળવવું હવે દિવસેને દિવસે મુશ્કેલ બનતું જોવા મળી રહ્યું છે. કોરોનાના ખતરાને પગલે જે ૨૧ દિવસની લોકડાઉનની સ્થિતિ છે તે હજુ પણ વધી શકે છે. જેની ચિંતા કરીને જૂનાગઢના લઘુમતી યુવાનો દ્વારા શાહીન ગ્રુપ બનાવીને ગરીબ અને મજૂર વર્ગ અને પેટનો ખાડો પૂરી શકે તે માટે ભોજન પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી રહી છે.
સંકટની ઘડીમાં જૂનાગઢના લઘુમતી સમાજના યુવાનો કરી રહ્યા છે આવકારદાયક માનવસેવા - જૂનાગઢ
કોરોના વાઈરસના કાળમુખી પ્રહારની સામે ટક્કર ઝીલવા માટે હવે માનવતા એકજૂથ થઈને લડી રહી છે. જૂનાગઢમાં લઘુમતી સમાજ દ્વારા બનાવવામાં આવેલા શાહિન જૂથ દ્વારા ભવનાથ વિસ્તારમાં ભૂખ્યા લોકોને ભોજન અર્પણ કરીને સાચી માનવ સેવાનો જ્વલંત ઉદાહરણ પુરૂ પાડયુ હતો.