જૂનાગઢ: સૌરાષ્ટ્રની પરંપરા અને મહેમાનગતિથી આકર્ષિત થયો ઓસ્ટ્રેલિયન યુવાનસૌરાષ્ટ્રની સંસ્કૃતિ અને ધાર્મિક પરંપરા તેમજ મહેમાનગતિની સાથે ભોજન ના સ્વાદથી ખૂબ જ આકર્ષિત થયેલો ઓસ્ટ્રેલિયાનો એક યુવાન પાછલા કેટલાક દિવસોથી ભવનાથમાં મુકામ કરી રહ્યો છે. વ્યવસાયે બિલ્ડર એવો આ યુવાન ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ માં તેમનો વ્યક્તિગત બિઝનેસ પણ ધરાવે છે. પરંતુ પાછલા બે મહિનાથી તે ભારતના અલગ અલગ રાજ્યોમાં ફરીને ખાસ કરીને ભારતની ધાર્મિક એકતા પરંપરા અને ભોજનને લઈને ખૂબ જ આશાવાદી બન્યો છે.
ધ્વનિ ઉત્પન્ન: જેને કારણે તે પાછલા બે મહિનાથી ભારતના કેટલાક રાજ્યોમાં ફરીને આજે ભવનાથની ગિરી તળેટીમાં મુકામ કરી રહ્યો છે. તે ભારતની ધાર્મિક અને સાંસ્કૃતિક પરંપરા તેમજ મહેમાનગતિની સાથે અહીંના લોકોનો પ્રેમ અને માયાળુ સ્વભાવ તેને અહીં સુધી ખેંચી લાવ્યો છે. તેઓ અનુભવ તેમણે આજે વ્યક્ત કર્યો છે. ઘંટરાવના અવાજથી તે આજે પણ થાય છે. આકર્ષિત સિવિલ એન્જિનિયરિંગ શિક્ષિત ઓસ્ટ્રેલિયન યુવાન ભારતની ધાર્મિક પરંપરાની સાથે જોડાયેલા ઘંટરાવથી ખૂબ જ આકર્ષિત થયો છે. તે મંદિરમાં કે ધર્મસ્થાનોમાં કરવામાં આવતા ઘંટરાવને તે ખૂબ જ અનોખી રીતે મૂલવી રહ્યો છે તે માને છે કે ઘંટરાવથી જે ધ્વનિ ઉત્પન્ન થાય છે.
"વિદેશી લોકોને ખાસ કરીને યુરોપ દેશના લોકો ગિરનારની આધ્યાત્મિક શક્તિથી ખૂબ જ પ્રભાવિત થયા છે. જેને કારણે પ્રતિ વર્ષ 100 જેટલા યાત્રિકો આધ્યાત્મ અને ગિરનારની પ્રાચીન ધરોહરને ધ્યાને રાખીને ભવનાથની મુલાકાત લેતા હોય છે. જે પૈકીના 10% પ્રવાસીઓ એકમાત્ર ગિરનારની આધ્યાત્મિક શક્તિથી પ્રભાવિત થઈને અહીં રોકાણ કરતા જોવા મળે છે"--મહાદેવ ગીરી (અવધૂત આશ્રમના મહંત)
ખાસ જૂનાગઢ આવ્યો: તેને કારણે શરીરમાં હકારાત્મક ઊર્જાનો સંચાર થાય છે. જેથી તે જ્યારે પણ સમય મળે અથવા તો આરતીના સમયે સતત ઘંટારવ કરવાનું ચૂકતો નથી. વધુમાં તે સનાતન ધર્મની ધાર્મિક પરંપરા છે તેને લઈને પણ તેના અનુભવો વ્યક્ત કરે છે. જે રીતે ભારતમાં ધાર્મિક સ્થાનોની સાથે આશ્રમો અને મંદિરો છે. તે જ પ્રમાણે ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડમાં ધાર્મિક સ્થાનો છે. પરંતુ આશ્રમની પરંપરા હજુ સુધી ઓસ્ટ્રેલિયા કે ન્યુઝીલેન્ડમાં જોવા મળતી નથી તેનો અનુભવ કરવા માટે તે ખાસ જૂનાગઢ આવ્યો છે.
ત્રિશુલની સાથે ડમરૂનું ટેટુ: ઓસ્ટ્રેલિયન યુવાને તેના જમણા હાથ પર ઓમ અને ડાબા ગાલ પર ત્રિશુલ અને ડમરૂ નું ટેટુ કરાવ્યું છે. તેના શરીરમાં ઘણા ટેટુ જોવા મળે છે. ખાસ કરીને ઓમ અને ત્રિશુલ ના ટેટુને લઈને તે જણાવે છે કે આ ટેટુઓથી તે સતત કુદરત ની સમીપ રહેવાનો અહેસાસ કરે છે. વધુમાં જ્યારે પણ ટેટુ ઉપર ધ્યાન પડે ત્યારે નિજાનંદમાં જવા માટેની એક ઉર્જા પણ તેમાંથી પ્રાપ્ત થાય છે. ટેટુ કરાવતી વખતે જે પીડા સહન કરવી પડી છે. તેનાથી તે અન્ય વ્યક્તિઓના દુઃખનો અહેસાસ કરવાનો પ્રયાસ પણ કરે છે. જ્યારે સમય મળે ત્યારે શરીર પરના ટેટુ તરફ એક નજર લગાવીને નિજાનંદમાં મસ્ત થવાનો પ્રયાસ કરે છે.
ગીરનાર આધ્યાત્મિક શાંતિનું કેન્દ્ર: પાછલા ઘણા વર્ષોથી ગિરનાર આધ્યાત્મિક શાંતિના કેન્દ્ર તરીકે પ્રસ્થાપિત થઈ રહ્યું છે કોરોનાના સમય બાદ સનાતન ધર્મથી પ્રભાવિત થઈને ઈટલી ફ્રાંસ રસિયા બ્રિટન યુક્રેન સ્પેન અને હવે ઓસ્ટ્રેલિયાના યુવાન ગિરનારના આધ્યાત્મિક અનુભવોને પામવા માટે ભવનાથમાં જોવા મળે છે આ સિવાય નવરાત્રી થી લઈને ફેબ્રુઆરી મહિના સુધી એટલે કે શિયાળો પૂર્ણ થાય ત્યાં સુધી વિદેશના અંદાજિત 20 હજાર કરતાં વધુ પ્રવાસીઓ પર્યટન ક્ષેત્ર જૂનાગઢની મુલાકાત લેતા હોય છે જેમાં મુખ્યત્વે યુરોપદેશના પ્રવાસીઓ ખૂબ બહોળા પ્રમાણમાં આવતા હોય છે.