જૂનાગઢ : આજે સમગ્ર વિશ્વમાં 9મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ મનાવવામાં આવી રહ્યો છે. ત્યારે આજે વિશ્વના તમામ દેશોમાં યોગ દિવસની ઉજવણી થઈ રહી છે. જેમાં મનોદિવ્યાંગ યુવક અને યુવતીઓ પણ શામેલ થયા છે. જૂનાગઢની આશાદીપ ચેરીટેબલ ફાઉન્ડેશનમાં પ્રશિક્ષણ માટે આવતા મનોદિવ્યાંગ યુવક અને યુવતીઓએ આજે યોગ દિવસની અનોખી ઉજવણી કરી છે.
યોગ એ માત્ર એક દિવસ કરવાની ક્રિયા નથી. યોગને જીવનમાં અપનાવવાની સમગ્ર વાત છે. યોગથી તમામ પ્રકારના શારીરિક માનસિક ફાયદા શરીરને પ્રાપ્ત થાય છે. સાથે સાથે યોગ કરતું શરીર તંદુરસ્ત અને નીરોગી પણ જોવા મળે છે..રાજેશ્વરીબેન ભટ્ટ(પ્રશિક્ષક )
મનોદિવ્યાંગોએ કર્યાં યોગ : સામાન્ય રીતે સ્વસ્થ અને તંદુરસ્ત વ્યક્તિ પણ યોગ કરવાને લઈને હજુ પૂર્ણપણે જાગૃત જોવા મળતા નથી. તેની સામે મનોદિવ્યાંગ યુવક અને યુવતીઓએ સારા સ્વાસ્થ્ય અને તંદુરસ્તી માટે યોગ કેટલા મહત્વના પરિબળ છે તેની મહત્તા સાબિત કરતા આજે યોગ દિવસ નિમિત્તે વિવિધ યોગ કરીને નવમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરી હતી.
પ્રશિક્ષકો દ્વારા યોગ્યતા જોઇને તાલીમ : સામાન્ય રીતે મનોદિવ્યાંગ યુવક અને યુવતીઓ દૈનિક ક્રિયાઓ કરવાની લઈને પણ અસમર્થ જોવા મળે છે. પણ યોગ્ય પ્રશિક્ષકો દ્વારા તમામ મનોદિવ્યાંગ લોકોને પ્રશિક્ષણ આપવામાં આવે છે. તેના ભાગરૂપે આશાદીપ ચેરીટેબલ ફાઉન્ડેશનમાં કામ કરતા પ્રશિક્ષકો દ્વારા અહીં તાલીમ લઈ રહેલા મનોદિવ્યાંગ યુવક અને યુવતીઓને શિક્ષિત કરીને યોગના વિવિધ આસનો મનોદિવ્યાંગ વ્યક્તિની શારીરિક અને માનસિક સ્થિતિને અનુરૂપ કરાવ્યા હતાં.
પ્રતિભાવ વ્યક્ત કર્યો : આજે નવમાં વિશ્વ યોગ દિવસ નિમિત્તે મનો દિવ્યાંગ અને તેમને યોગ કરાવવા માટે આવેલા પ્રશિક્ષકોએ ઈટીવી ભારત સાથે વાત કરી હતી કે મનોદિવ્યાંગો માટે યોગાભ્યાસ કેટલો મહત્વનો છેઅને શા માટે યોગ કરવા જોઈએ. યોગથી કેવા પ્રકારના ફાયદા થાય છે તે અંગે બિલકુલ સ્વાસ્થ્ય મન સાથે પોતાનો સજ્જડ પ્રતિભાવ વ્યક્ત કર્યો હતો.
આશાદીપ ચેરીટેબલ ફાઉન્ડેશન યોગને લઈને મનોદિવ્યાંગ યુવક અને યુવતીઓ પ્રત્યે પૂરતું ધ્યાન આપવામાં આવે છે. દિવસમાં એકવાર પ્રત્યેક યુવક અને યુવતીની શારીરિક ક્ષમતાને આધારે તેમની અનુકૂળતા મુજબ આજે પણ દરરોજ યોગ કરાવવામાં આવે છે...અલકાબેન ચૌહાણ (આશાદીપ ફાઉન્ડેશન)
સહજ અનુકરણ કરતાં યોગ : મોટાભાગના મનો દિવ્યાંગોએ યોગ ક્રિયામાં ખૂબ જ કુશળતાપૂર્વક અને ઉત્સાહથી ભાગ લીધો હતો. માનસિક રીતે ખૂબ જ નબળા મનોદિવ્યાંગ યુવક અને યુવતીઓ યોગને બિલકુલ સહજતાથી કરતા જોવા મળતા હતાં. પ્રશિક્ષકો દ્વારા સૂચવવામાં આવેલા યોગના આસનોનું અનુકરણ કરીને મનોદિવ્યાંગ યુવક અને યુવતીઓ યોગ કરતા જોવા મળ્યાં હતાં.
- International Yoga Day 2023 : વડાપ્રધાન મોદીએ યુએન હેડક્વાર્ટર ખાતે યોગ કાર્યક્રમનું નેતૃત્વ કર્યું, 180 દેશોના પ્રતિનિધિઓએ લીધો ભાગ
- Yoga Day 2023 : યોગ બોર્ડના આઇકોનિક સ્થળ અંબાજી મંદિરમાં યોગ દિવસની ઉજવણી કરાઈ
- International Yoga Day 2023 : પોરબંદરમાં 9માં વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવા મહાનુભાવોએ ચોપાટી પર આસન જમાવ્યું