જૂનાગઢ આગામી શનિવાર (31 ડિસેમ્બર) ર્ષ 2022 વિદાય લઈ (Year Ender 2022)ત રહ્યું છે. ત્યારે છેલ્લા એક વર્ષ દરમિયાન જૂનાગઢ જિલ્લાની રાજકીય ગતિવિધિ પર નજર કરીએ તો, સમગ્ર વર્ષ ભાજપ માટે રાજકીય રીતે (Political situation in Junagadh) ખુશીથી ભરેલું જોવા મળ્યું છે. બીજી તરફ મુખ્ય વિરોધ પક્ષ કોંગ્રેસ માટે પાછલુ વર્ષ ખૂબ જ દુઃખ દાયક સમાન સાબિત થયું છે. તો આવો કરીએ રાજકીય મોટી ઘટના પર એક નજર.
વિદાય લઈ રહેલા વર્ષમાં કૉંગ્રેસમુક્ત થયો જુનાગઢ જિલ્લો જૂનાગઢ જિલ્લાની પંચાયતથી લઈને પાર્લામેન્ટ સુધી હવે એક માત્ર ભાજપનું કમળ છવાયેલું જોવા મળી રહ્યું છે. તાજેતરમાં જ વિધાનસભાની સામાન્ય ચૂંટણીઓ (Gujarat Election 2022) દરમિયાન કૉંગ્રેસનો ચૂંટણી પરિણામો (Gujarat Election 2022) બાદ જિલ્લામાંથી સફાયો થયો છે. ગત વર્ષે જે સ્થિતિ કૉંગ્રેસની હતી. તે સ્થિતિ પર અત્યારે ભાજપ જોવા મળી રહ્યું છે. જૂનાગઢ જિલ્લાની 5 વિધાનસભા બેઠક પૈકી ત્રણ બેઠક પર ભાજપ અને એક બેઠક પર કૉંગ્રેસ સમેટાયેલી જોવા મળે છે.
આ વર્ષે પણ પક્ષપલટુઓ કૉંગ્રેસ માટે માથાના દુખાવો પાછલા કેટલાક વર્ષોની પરંપરા પક્ષપલટુ ધારાસભ્યોને લઈને આ વર્ષે પણ કૉંગ્રેસમાં જોવા મળે છે. કૉંગ્રેસના નિશાન પર ચૂંટાયેલા હર્ષદ રીબડીયા અને તાલાલા બેઠક પરથી કૉંગ્રેસના ઉમેદવાર તરીકે ચૂંટણી જીતેલા ભગાભાઈ બારડ પક્ષપલટો કરીને ભાજપમાં સામેલ થયા. તો વિસાવદર બેઠક પરથી હર્ષદ રીબડીયાનો કારમો પરાજય થયો, પરંતુ તાલાળા બેઠક જાળવી રાખવામાં ભગાભાઈ બારડ ને સફળતા મળી.
ભાજપ અને કૉંગ્રેસના દિગ્ગજ નેતાઓ ચૂંટણી હાર્યા 2022નું વર્ષ ભાજપ અને કૉંગ્રેસના નેતાઓ માટે ખૂબ જ કમનસીબ પુરવાર થયું હતું. માણાવદર બેઠક (Manavdar assembly seat) પરથી ભાજપના દિગ્ગજ નેતા જવાહર ચાવડાનો પરાજય થયો. તેવી જ રીતે વિસાવદર બેઠક પરથી પક્ષપલટો કરીને ભાજપમાં જોડાયેલા હર્ષદ રીબડીયાને મતદારોએ નકારી દીધા. બીજી તરફ જુનાગઢ વિધાનસભા બેઠક (Junagadh assembly seat) પરથી ચાર વખતના કૉંગ્રેસના ધારાસભ્ય ભીખાભાઈ જોશીનો અત્યાર સુધીના ઇતિહાસનો સૌથી મોટો રાજય થયો. આ સાથે જ સરકારમાં રાજ્યપ્રધાન દેવાભાઈ માલમ હારતા હારતા શહેરમાં રહી ગયા અને પોતાની સાથે પક્ષની શાખ પણ બચાવી લીધી.
જિલ્લામાં ભાજપનો દબદબો પરંતુ પ્રધાનપદ નહીં જૂનાગઢ જિલ્લામાં ચૂંટણી પરિણામો (Gujarat Election 2022) બાદ ભાજપનો દબદબો સામે આવ્યો છે. અહીંથી વર્ષ 2017માં ભાજપનો કારમો પરાજય મળ્યો હતો, પરંતુ આ વર્ષે ભાજપના દબદબાની વચ્ચે જિલ્લાને પ્રધાન પદુ આપવામાં આવ્યુ નથી. રૂપાણી સરકારમાં જવાહર ચાવડા પર્યટન પ્રધાન તરીકે કામ કરતા હતા. તો ભુપેન્દ્ર પટેલ સરકારમાં દેવાભાઈ માલમ પશુપાલન પ્રધાન તરીકે કામ કરતા હતા. નવા પ્રધાનમંડળમાં જૂનાગઢ જિલ્લાનો સમાવેશ કરવામાં આવ્યો નથી.
અરવિંદ લાડાણી અને ભુપત ભાયાણી જાઈન્ટ કિલર બન્યા જૂનાગઢ જિલ્લાની માણાવદર વિધાનસભા બેઠક (Manavdar assembly seat) પર કૉંગ્રેસના અરવિંદ લાડાણીએ ભાજપના દિગ્ગજ નેતા અને પૂર્વ કેબિનેટ પ્રધાન જવાહર ચાવડાને ચૂંટણીમાં પરાજય આપવામાં સફળતા મેળવી હતી. આ જ રીતે જિલ્લાની વિસાવદર બેઠક પરથી આમ આદમી પાર્ટીના ભૂપત ભાયાણીએ ખેડૂત નેતા અને કૉંગ્રેસમાંથી ભાજપમાં ગયેલા હર્ષદ રીબડીયાને કારમી પછડાટ આપી હતી. ચૂંટણી પરિણામો બાદ ભૂપત ભાયાણી અને અરવિંદ લાડાણી જાઈન્ટ કિલર સાબિત થયા હતા.