ETV Bharat / state

નવદુર્ગાના નવ ઔષધીય સ્વરૂપની પૂજા અને તેનું આરોગ્યની દ્રષ્ટિએ શું મહત્વ, જાણો શું છે મહત્વ.. - હિન્દુ ધર્મ

નવરાત્રીનું પાવન પર્વ ચાલી રહ્યું છે, ત્યારે ગરવા ગિરનારની ગોદમાં એક સાથે 9 મહાદુર્ગાનું સ્થાપન કરીને રાજ રાજેશ્વરી શક્તિપીઠમાં નવરાત્રિની ધાર્મિક આસ્થા સાથે ઉજવણી કરવામાં આવે છે. એક સાથે નવ શક્તિઓનું અનુસ્થાન રાજ રાજેશ્વરી શક્તિપીઠ તરીકે હિન્દુ ધર્મમાં ઓળખવામાં આવે છે. નવરાત્રિના 9 દિવસ દરમિયાન રાજ રાજેશ્વરી શક્તિપીઠમાં જગત જનની માં જગદંબાનું પૂજન કરવાથી પ્રત્યેક માઈભક્તોને પોતાના જીવનના તમામ કષ્ટો અને મુશ્કેલીઓમાંથી મુક્તિ મળતી હોય છે, આવી ધાર્મિક ભાવના સાથે ગિરનારની ગોદમાં બિરાજતા રાજ રાજેશ્વરી શક્તિપીઠમાં નવરાત્રીની પૂજાનું વિશેષ આયોજન થયું છે.

નવદુર્ગાના નવ ઔષધીય સ્વરૂપની પૂજા અને તેનું આરોગ્યની દ્રષ્ટિએ શું મહત્વ, જાણો શું છે મહત્વ..

author img

By

Published : Oct 12, 2021, 9:23 AM IST

Updated : Oct 12, 2021, 9:59 AM IST

  • હિન્દુ ધર્મના મહત્વપૂર્ણ તહેવાર એટલે નવરાત્રિમાં શક્તિપીઠનાં દર્શન અને પૂજનનું છે વિશેષ મહત્વ
  • ગિરનારની ગોદમાં એક સાથે નવ શક્તિપીઠ રાજ રાજેશ્વરીના રૂપમાં બિરાજી રહ્યા છે
  • નવરાત્રીના સમય દરમિયાન એક સાથે 9 મહા દુર્ગા સ્વરૂપ શક્તિના દર્શન કરવાનું છે વિશેષ મહત્વ

જુનાગઢ : નવરાત્રીનું મહા પર્વ ચાલી રહ્યું છે, ત્યારે આ નવ દિવસ દરમ્યાન જગતજનની જગદંબાના પૂજનનું વિશેષ મહત્વ હિન્દુ ધર્મગ્રંથોમાં આલેખવામાં આવ્યું છે. નવરાત્રિના નવ દિવસ દરમિયાન શક્તિ સ્વરૂપ જગદંબાના અલગ-અલગ સ્વરૂપના પૂજન અને તેના દર્શન કરવાને લઈને આદિ-અનાદિકાળથી ધાર્મિક પરંપરા ચાલતી આવી છે. નવરાત્રીના પાવનકારી નવ દિવસ સુધી નવદુર્ગાના દર્શન કરીને પ્રત્યેક માનવી જગત જનની માં અંબાના આશીર્વાદ સમગ્ર સૃષ્ટિ પર કાયમ જોવા મળે તેવી પ્રાર્થના સાથે નવરાત્રિના દિવસોમાં નવ શક્તિપીઠ ના દર્શન કરતા હોય છે. ત્યારે જૂનાગઢના ગિરનારની ગોદમાં આવેલા રાજ રાજેશ્વરી શક્તિપીઠમાં એક સાથે 9 શક્તિઓના દર્શન થઈ રહ્યા છે, જેનો લાભ જૂનાગઢવાસીઓ નવરાત્રીના નવ દિવસો દરમિયાન લઈ રહ્યા છે.

નવદુર્ગાના નવ ઔષધીય સ્વરૂપની પૂજા અને તેનું આરોગ્યની દ્રષ્ટિએ શું મહત્વ, જાણો શું છે મહત્વ..

દુર્ગના નવ સ્વરૂપના પૂજનનું છે, વિશેષ મહત્વ

નવરાત્રિના 9 દિવસ દરમિયાન જેને હિન્દુ ધર્મમાં ઔષધીય સ્વરૂપો માનવામાં આવ્યા છે, તેવા શૈલપુત્રી બ્રહ્મચારિણી ચંદ્રઘંટા, કુષ્ટમાંડા, સ્કંધમાતા, કાત્યાયની, કાલરાત્રિ, મહાગૌરી અને સિદ્ધિદાત્રીના બનેલા શક્તિપીઠને રાજ રાજેશ્વરી શક્તિપીઠ તરીકે હિન્દુ ધર્મમાં ઓળખવામાં આવે છે. જેને દસ મહાવિદ્યાની પીઠ તરીકે પણ કેટલાક લોકો ઓળખે છે. નવરાત્રિના નવ દિવસ દરમિયાન અહીં સહસ્ત્ર ચંડીના પાઠ ઋષિકુમારો દ્વારા કરવામાં આવે છે. સાથે સાથે યજ્ઞમાં આહુતિ આપીને સમગ્ર જગતનું કલ્યાણ થાય તેમજ વૈશ્વિક મહામારી નાબૂદ થાય તેના માટે પણ ખાસ પૂજા અને અર્ચના કરવામાં આવી હતી. દુર્ગાને સર્વોપરી શક્તિ માનવામાં આવે છે, તેથી નવરાત્રિના નવ દિવસ દરમિયાન દુર્ગા સ્વરૂપના નવ શક્તિઓનું સ્થાપન પૂજન અને યજ્ઞનો વિશેષ મહત્વ હિન્દુ ધર્મમાં આલેખવામાં આવ્યું છે. તે મુજબ નવરાત્રીના નવ દિવસ સુધી ધાર્મિક વિધિ વિધાન સાથે શક્તિપીઠોના સમન્વય સમી રાજ રાજેશ્વરી શક્તિપીઠમાં જગત જનની માં જગદંબાની પૂજા થઈ રહી છે.

નવદુર્ગાના નવ ઔષધીય સ્વરૂપની પૂજા અને તેનું આરોગ્યની દ્રષ્ટિએ મહત્વ

1) શૈલપુત્રી (હરદ) ઘણા પ્રકારના રોગોમાં વપરાતી દવા હરદ હિમાવતી છે, જે દેવી શૈલપુત્રીનું સ્વરૂપ છે. તે આયુર્વેદની મુખ્ય દવા છે તે સાત પ્રકારના પઠાયા હરિતિકા અમૃતા હેમાવતી કાયસ્થ ચેતકી અને શ્રેયસી છે.

2) બ્રહ્મચારિણી (બ્રાહ્મી) બ્રહ્મી જીવન અને યાદશક્તિ વધારે છે. લોહીના વિકારો દૂર કરે છે, અને અવાજને મધુર બનાવે છે. આથી તેને સરસ્વતી પણ કહેવામાં આવે છે.

3) ચંદ્રઘંટા (ચંદુસુર) તે એક એવો છોડ છે જે ધાણા જેવો જ છે. સ્થૂળતા દૂર કરવામાં આ ઔષધિ ફાયદાકારક છે તેથી તેને ચર્મહંતી પણ કહેવામાં આવે છે.

4) કુષ્માંડા (પેથા) આ દવા પેથાને મીઠી બનાવે છે, આથી આ સ્વરૂપને પેથા કહેવામાં આવે છે. તેને કુમ્હડા પણ કહેવામાં આવે છે. જે લોહીની વિકૃતિઓ દૂર કરીને પેટ સાફ કરવામાં મદદરૂપ બને છે, તે માનસિક રોગોમાં અમૃત સમાન છે.

5) સ્કંદમાતા (અળસી) દેવી સ્કંદમાતા અળસીમાં ઔષધિ સ્વરૂપે હાજર છે, તે વાત પિત્ત અને કફના રોગો માટે મારણ છે.

6) કાત્યાયની (મોઇયા) દેવી કાત્યાયનીને આયુર્વેદમાં ઘણા નામોથી ઓળખવામાં આવે છે. જેમ કે, અંબા, અંબાલિકા અને અંબિકા આ સિવાય તેને મોઇયા પણ કહેવામાં આવે છે. આ દવા કફ પિત્ત અને ગળાના રોગોનો નાશ કરે છે.

7) કાલરાત્રી (નાગદૌન) આ દેવી નાગદૌન દવા તરીકે ઓળખાય છે, તે તમામ પ્રકારના રોગોમાં ફાયદાકારક છે. તે મન અને મગજની વિકૃતિઓ દૂર કરવાની દવા છે.

8) મહાગૌરી (તુલસી) તુલસીના સાત પ્રકાર છે, સફેદ તુલસી, કાળી તુલસી, મારુતા, દવાના કુડેરક, અરજક અને શતપત્ર આ તમામ લોહીને સાફ કરે છે. અને હૃદયની બીમારીઓનો નાશ કરે છે.

9) સિદ્ધિદાત્રી (શતાવરી) દુર્ગાનું નવમું સ્વરૂપ સિદ્ધિદાત્રી છે, જેને નારાયણી શતાવરી કહેવામાં આવે છે. તે શક્તિ બુદ્ધિ અને વિવેકબુદ્ધિ માટે ઉપયોગી માનવામાં આવે છે.

આ પણ વાંચો :NAVRATRI 2021 : પ્રથમ નોરતે જાણો ક્યારે છે કળશ સ્થાપનાનું શુભ મુહૂર્ત

આ પણ વાંચો : ભુજમાં ગરબી મંડળ દ્વારા ગરબા રસિકોને આકર્ષવા માટે કર્યો નવો પ્રયોગો, જૂઓ વીડીયો...

Last Updated : Oct 12, 2021, 9:59 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.