ETV Bharat / state

World Women's Day: જૂનાગઢના મહિલા જેઓ દેશી બિયારણોને સાચવી કરી રહ્યાં છે ઉપયોગી સેવા - Gujarat Kanya Kelvani Abhiyan

જૂનાગઢની નીતાબહેન નસીત દેશી જાતિના બિયારણોને (Organic seeds)સાચવી અને અન્ય લોકોને તેનું વિતરણ કરીને અન્ય મહિલાઓ માટે મહિલા દિવસ (World Women's Day)નિમિત્તે આદર્શ ઉદાહરણ બની રહ્યાં છે. એમની આ શરૂઆત આજે આઠ વર્ષની મહેનત બાદ વટવૃક્ષ બની ગઈ છે.

World Women's Day: જૂનાગઢની મહિલા જેઓ દેશી બિયારણોને સાચવીને રસોડાને ઝેરી અને કેમિકલ મુક્ત બનાવવાનો પ્રયાસ

author img

By

Published : Mar 7, 2022, 7:18 PM IST

જૂનાગઢઃ વિશ્વ મહિલા દિવસ(International Womens Day 2022) છે. ત્યારે જૂનાગઢની નીતાબહેન નસીત દેશી જાતિના બિયારણોને સાચવી અને અન્ય લોકોને તેનુ વિતરણ કરીને અન્ય મહિલાઓ માટે મહિલા દિવસ નિમિત્તે આદર્શ ઉદાહરણ બની રહ્યા છે. નીતાબહેન નસીત આ એ મહિલાનું નામ છે કે જેણે દેશી શાકભાજીના બિયારણ(Seeds of fruit, flower and spice crops) બચાવવાની સાથે પ્રત્યેક રસોડાને રસાયણ યુકત અને નુકસાનકારક કેમિકલોથી ભરેલા શાકભાજી ધાન્ય અને ફળ, ફૂલોને બચાવવા માટે એક મહા અભિયાનની(Organic Seed Campaign) શરૂઆત કરી છે. આ શરૂઆત આજે આઠ વર્ષની મહેનત બાદ વટવૃક્ષ (World Women's Day) બની ગઈ છે. તેમના પતિ ભરત નસીત આ પ્રકારની ખેતીવાડી વિચારધારા ધરાવતા હોવાને કારણે તેઓ સતત ખેતી પદ્ધતિને લઈને વિચાર કરી રહ્યા હતા. નીતાબહેન અને ભરત નસીત સાથે મળીને આજે દેશી વનસ્પતિ, શાકભાજી ધાન્ય અને ફૂલછોડના બિયારણોને લોકોની સેવા ખાતર તૈયાર કરી પૂરા પાડી રહ્યા છે.

દેશી જાતિનું બિયારણ

વિશ્વ મહિલા દિવસ નિમિત્તે વ્યક્ત કર્યો આત્મવિશ્વાસ

આ અભિયાનની શરૂઆત અંગે નીતાબહેન નસીત જણાવી રહ્યાં (International Womens Day 2022)છે કે તેમના પતિ સતત શાકભાજી કઠોળ અને અન્ય ફળો ફૂલોના બિયારણ અને તેની જાળવણીને લઈને સતત ચિતીત થતાં તેની ચિંતામાં તેઓએ સહભાગી થવાનો નિર્ણય કર્યો અને આજે નીતાબેન નસીત સમગ્ર જૂનાગઢ જિલ્લામાં દેશી શાકભાજી કઠોળ અને અન્ય ધાન્ય સહિત ફળ-ફૂલના બિયારણને બચાવીને સાચા અર્થમાં પ્રત્યેક રસોડાને રસાયણ અને ઝેરી કેમિકલ મુક્ત બનાવવાની દિશામાં સતત કાર્યશીલ જોવા મળી રહ્યા છે. નીતાબહેન નસીતનું અભિયાન ધીમે ધીમે આગળ વધી રહ્યું છે. આવનારા દિવસોમાં પ્રત્યેક ઘરનું રસોડું ઝેરી અને કેમિકલ યુક્ત શાકભાજી અને ધાન્ય માંથી મુક્ત બને તે દિશામાં નીતાબહેન નસીત સતત પ્રયત્નશીલ રહેશે તેવો આત્મવિશ્વાસ તેમણે વિશ્વ મહિલા દિવસ નિમિત્તે વ્યક્ત કર્યો હતો.

આ પણ વાંચોઃ ફિલ્મ જગતમાં ખ્યાતિ પામનાર ડાંગનાં અંતરિયાળ વિસ્તારની યુવતી મોનાલિસા પટેલ

ફળ, ફૂલ અને મસાલા પાકોનું બિયારણ

નીતાબહેન નસીત પોતે ખેતીલાયક ખેતર ધરાવતા નથી પરંતુ ખેતીલાયક જમીન ભાડે રાખીને તેમાં 500 કરતાં વધારે જાતિના શાકભાજી, ધાન્ય, ફળ, ફૂલ અને મસાલા પાકોનું બિયારણ તેમના ખર્ચે તૈયાર કરે છે. તેમને ત્યાં આવનાર પ્રત્યેક મહિલાને રસોડાના બગીચા તરીકે ઉપયોગમાં લઈ શકાય તે પ્રકારે રીંગણ, ટામેટા, કારેલા, દુધી, ભીંડા, ગવાર અને અન્ય ફળ તેમજ ફુલ પાકો કે જે માટીના કુંડામાં થઈ શકે તેવા તમામ બિયારણ તેમની રૂબરૂ મુલાકાત માટે આવનાર પ્રત્યેક મહિલા કે પુરુષને નીતાબહેન આપી રહ્યા છે. તેઓએ વાવેતર કરીને તેમની આડોશ પાડોશમાં રહેતા લોકોને પણ આ બિયારણ તેમના ઘર ખેતર કે અગાશી પર વાવેતર કરીને રસાયણો અને ઝેરી કેમિકલ મુકત શાકભાજી ફળ ફૂટ અને ફુલ પોતાના ઘરના કે તેમના આંગણામાં મેળવે તેવી શરત રાખીને આ બિયારણ આપી રહ્યા છે.

ઝેરી રસાયણો મુક્ત શાકભાજી

જે લોકો બહાર ગામથી કે અન્ય વિસ્તારમાંથી બિયારણની માંગ કરે છે તેમને તેઓ કુરિયર કરવાના ખર્ચે દેશી જાતિનું બિયારણ પૂરું પાડી રહ્યા છે. શાકભાજી અને ફળ ફૂલોમાં આજે રસાયણથી લઈને ઝેરી દવાઓ અને કેમિકલનો વિપુલ પ્રમાણમાં ઉપયોગ થાય છે. એક મહિલા પ્રત્યે રસોડાને રસાયણ અને ઝેરી કેમિકલ મુક્ત બનાવવા માટે સામે આવી છે. નીતાબહેન નસીત મહિલા દિવસ નિમિત્તે ખોરાકમાં થતી ઝેરી કેમિકલની ભેળસેળ સામે મહા અભિયાન ચલાવી રહ્યા છે. તેને આવનારા દિવસોમાં હજુ પણ ખૂબ મોટા વિસ્તાર સાથે કામ કરવા માટે સૌ મહિલાને કેમિકલ અને ઝેરી રસાયણો મુક્ત શાકભાજી ફળ અને ધાન્ય ને પોતાના ઘરમાં લાવવાની વિનંતી સાથે મહિલા દિવસની ઉજવણી કરી રહ્યા છે.

આ પણ વાંચોઃ Womens day 2022: 150થી વધુ પુરસ્કાર જીતનારાં રાજકોટનાં મહિલા આચાર્ય સાથે એક મુલાકાત, જુઓ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.