જૂનાગઢ: આજે વિશ્વ કિડની દિવસની ઉજવણી થઈ રહી છે. વર્ષ 2006 થી સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા કિડનીનું રક્ષણ થાય અને કિડનીના દર્દીઓની સંખ્યામાં ઘટાડો થાય તેને લઈને કિડની દિવસની ઉજવણી શરૂ કરાઈ હતી, ત્યારે આજે ચિંતાજનક રીતે પ્રતિ વર્ષે કિડનીના દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે.
આજે વિશ્વ કિડની દિવસ: આજે સમગ્ર વિશ્વમાં કિડની દિવસની ઉજવણી થઈ રહી છે. વર્ષ 2006 માં માર્ચ મહિનાના બીજા ગુરુવારે કિડની દિવસની ઉજવણી કરવાની પરંપરા શરૂ કરવામાં આવી હતી જેની પાછળનો મુખ્ય ધ્યેય સતત વધી રહેલા કિડનીના રોગ અને દર્દીઓની સંખ્યાને ધ્યાને રાખીને લોકોમાં શરીર ના હૃદય મગજ બાદ ત્રીજા નંબરનું સૌથી મહત્વનો આંતરિક અંગ કીડની પ્રત્યે લોકો જાગૃત થાય અને કિડનીની તંદુરસ્તી માટે સાવધાની રાખતા થાય તે માટે ઉજવણી કરવાની શરૂઆત કરાઈ હતી પરંતુ આજે આધુનિક સમયમાં પ્રતિ વર્ષે કિડનીના દર્દીઓની સંખ્યા અને તેના રોગમાં સતત વધારો થઈ રહ્યો છે જે સૌથી મોટી ચિંતા નું કારણ પણ બની શકે છે.
આ પણ વાંચો: તમારી કીડનીના સ્વાસ્થ્ય પર સતત નજર રાખો
દર વર્ષે કિડનીના દર્દીઓની સંખ્યામાં વધારો: જૂનાગઢના તબીબ ડી પી ચીખલીયાએ કિડની દિવસને લઈને ઈટીવી ભારત સાથે ખાસ વાતચીત કરી હતી તેમણે જણાવ્યું હતું કે, મેડિકલ સાયન્સ સાથે જોડાયેલા સંશોધનો અને તારણો પરથી આપણા દેશમાં 2,20,000 જેટલા કિડની ટ્રાન્સપ્લાન્ટ ના દર્દીઓ નોધાઇ રહ્યા છે. જેની સામે માત્ર 7500 ની આસપાસ કિડની ટ્રાન્સપરન્ટ કરવાના ઓપરેશનો થઈ રહ્યા છે, ત્યારે બાકી રહેતો આંકડો ખૂબ ચિંતાજનક છે આ તમામ દર્દીઓની બંને કિડની કામ કરતી નથી તેમ છતાં જીવી રહ્યા છે. આ ખૂબ જ ચિંતાજનક આકડો છે જુનાગઢ જિલ્લાની વાત કરીએ તો દર મહિને અલગ અલગ હોસ્પિટલમાં 800 જેટલા દર્દીઓ કિડની ને લગતી બીમારીને કારણે ડાયાલિસિસ કરાવી રહ્યા છે આ પણ ખૂબ ચિંતાજનક આંક આંકડો માનવામાં આવે છે.
અયોગ્ય દિનચર્યા કિડનીને કરી રહી છે ખરાબ: સતત વધી રહેલી દોડધામની વચ્ચે દૈનિક જીવનની દિનચર્યામાં ખૂબ જ અયોગ્ય ફેરફાર થયો છે જેને કારણે રોગોનું પ્રમાણ વધી રહ્યું છે. લોકો બીમારીનો ભોગ બની રહ્યા છે કેટલાક કિસ્સામાં તો લોકો અષાધ્ય બીમારીમાં સપડાઈ રહ્યા છે. અત્યારે કિડની કામ કરતી બંધ થવી અથવા તો તેને લગતા રોગ પાછળ અયોગ્ય દિનચર્યા અને ખોરાકને કારણભૂત માનવામાં આવે છે. સતત જંક ફૂડના વધતા જતા વ્યાપને કારણે શરીરના ત્રીજા નંબરના સૌથી મહત્વના આંતરિક અંગ કિડની ને નુકસાન કરી રહ્યું છે. સાથે સાથે પાણીમાં સતત વધી રહેલી ખારાસ પથરી જેવા રોગોને નિમંત્રણ આપી રહી છે, તો બીજી તરફ જમીનમાં કેમિકલવાળું પાણી ભળવાની સાથે તે જમીનની સાથે માનવ આરોગ્યને પણ નુકસાન કરી રહ્યું છે. આવું જળ માનવ આરોગ્ય પર ખૂબ જ ખતરાનું કારણ બની રહ્યું છે.
આ પણ વાંચો: Childhood pneumonia : બાળપણમાં થયેલો ન્યુમોનિયા પુખ્ત વયે શ્વસનની બિમારી સાથે સંકળાયેલો છે: લેન્સેટ
યોગ્ય દિનચર્યા કિડનીને બચાવશે: યોગ્ય દિનચર્યા અને સંતુલિત તેમજ ઘરે બનાવેલો ખોરાક કિડની ને બચાવવા માટે મદદરૂપ બની શકે છે. તબીબી સંશોધન અનુસાર પ્રત્યેક વ્યક્તિએ ખાસ કરીને ઉનાળાના દિવસો દરમિયાન 2 થી 3 લિટર જેટલું સ્વચ્છ પાણી પીવું જોઈએ. જેને કારણે કિડની તંદુરસ્તી સચવાતી જોવા મળશે સાથે સાથે તમામ પ્રકારના જંક ફુડ ને દૂર કરીને ઘરનું બનેલું કેમિકલ રહિત સાત્વિક ભોજન લેવાથી પણ શરીરના મહત્વના અંગ કીડીને સાચવવામાં અને તેને રોગમુક્ત રાખવામાં ખૂબ જ મહત્વના બની રહેશે.