જૂનાગઢ: વિશ્વ પર્યાવરણ દિવસદર વર્ષે પાંચમી જૂનીના દિવસે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવે છે. પર્યાવરણનું રક્ષણ અને તેની જાળવણી માટે આજના દિવસે લોકોમાં જનજાગૃતિ ફેલાય તે માટે પર્યાવરણ દિવસની ઉજવણી કરાઈ રહી છે. ત્યારે જૂનાગઢમાં પર્યાવરણ અને પ્રકૃતિ ની જાળવણી થાય તે માટે શહેરના શ્રેષ્ઠિઓ દ્વારા રાઉન્ડ અ ટ્રી પર્યાવરણ માટે લોકોમાં જનજાગૃતિ ફેલાવવાનુ કામ કરી રહ્યું છે. જેણે આજે પર્યાવરણ દિવસ નિમિત્તે ઘોંઘાટ ઓછો કરવાને લઈને લોકોમાં જનજાગૃતિ આવે તે માટેનું અભિયાન શરૂ કર્યું છે.
ઘોઘાટ પ્રકૃતિને કરે છે નુકસાન: ઘોંઘાટ શબ્દ સાંભળતા જ માનસિક શાંતિનો ભંગ થાય તેટલી હદે અવાજનું પ્રદૂષણ અસરકારક બને છે. ત્યારે આજે વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે શહેરના પર્યાવરણ અને પ્રકૃતિની ચિંતા કરતી સામાજિક સંસ્થાએ લોકોમાં પર્યાવરણનો બચાવ અને તેનું સંરક્ષણ અને શક્ય બને ત્યાં સુધી પ્રદૂષણ ન થાય તે માટેના પ્રયાસો શરૂ કર્યા છે. જેના ભાગરૂપે ગિરનાર અભયારણ્ય સાઇલેન્ટ ઝોન તરીકે જાહેર થાય તેવું જનજાગૃતિ માટેનું એક અભિયાન આજથી શરૂ થયું છે. જ્યાં સુધી ગિરનાર અભયારણ્ય ને સાઇલેન્ટ ઝોન જાહેર કરવામાં ન આવે ત્યાં સુધી અરાઉન્ડ અ ટ્રી ના સ્વયંસેવકો સતત વાહનચાલકોને પ્રદૂષણ ન કરવાની સાથે વાહનો ના હોર્ન નહીં વગાડવાની વિનંતી કરતા ભવનાથ ક્ષેત્રમાં જોવા મળશે.
"કુદરતે પ્રકૃતિ તમામ જીવો માટે બનાવી છે તેના પર એકમાત્ર અધિકાર માનવ જાતને ક્યારેય નથી પરંતુ માનવજાત દ્વારા કરવામાં આવેલા પ્રદુષણો અને ખાસ કરીને અવાજ જેવું અતિ નુકસાનકારક પ્રદૂષણ માત્ર મનુષ્યને જ નહીં પરંતુ પશુ-પક્ષી અને અન્ય પ્રાણીઓની સાથે પ્રકૃતિને પણનુકસાન કરી રહ્યું છે માણસ પોતાના સ્વાર્થ માટે પ્રકૃતિને ઈરાદાપૂર્વક નુકસાન કરી રહ્યો છે ત્યારે પ્રકૃતિનું રક્ષણ થાય તે માટે લોકોમાં જનજાગૃતિ આવે તેમજ ગિરનાર અભયારણ્યને સાઇલેન્ટ ઝોન જાહેર કરવામાં આવે તેવા અભિયાનની સાથે આજે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે"-- અમિત શાહ (અરાઉન્ડના સંયોજક )
પ્રદૂષણને કારણે થાય છે નુકસાન: અવાજનું પ્રદૂષણ પર્યાવરણ અને પ્રકૃતિની સાથે માનવજીવન પશુ પક્ષી પ્રાણી અને વનસ્પતિને ખૂબ જ ગંભીર પ્રકારે નુકસાન પહોંચાડી રહ્યું છે. ધ્વનિના પ્રદૂષણને કારણે લોકોમાં માનસિક તાણ જેવી ખૂબ જ ગંભીર અને જટિલ સમસ્યા ઘર કરી ચૂકી છે. તો બીજી તરફ સતત ઘોંઘાટ અને અવાજના પ્રદુષણને કારણે વનસ્પતિ પ્રાણી પશુ પક્ષી અને પ્રકૃતિ ને પણ આટલા જ પ્રમાણમાં નુકસાન થાય છે. જેને બચાવવા માટે આજનો દિવસ પસંદ કરાયો છે. જે આવકારદાયક છે પરંતુ તેનુ અમલીકરણ હજુ સુધી થતું નથી તે દુઃખની વાત છે.