જૂનાગઢ મકરસંક્રાંતિના પાવન (Makar Sankranti 2023) પર્વે પવિત્ર નદી સરોવર ઘાટ કે સમુદ્રમાં સ્નાન કરવાનુ સનાતન ધર્મ સંસ્કૃતિમાં વિશેષ મહત્વ આલેખવામાં આવ્યું છે. ત્યારે મકર સંક્રાંતિના દિવસે સ્નાન કરવાથી પુણ્યની સાથે આરોગ્ય લક્ષી ફળ પ્રાપ્ત થતું હોય છે. ત્યારે સંક્રાંતિનું સ્નાનનું શું છે. ધાર્મિક મહત્વ શા માટે સંક્રાંતિના દિવસે પવિત્ર ઘાટ અને નદીમાં સ્નાન કરવાની ધાર્મિક પરંપરા જાળવવામાં આવે છે. જાણો સમગ્ર વિગત અમારા વિશેષ અહેવાલમાં.
ધાર્મિક મહત્વ મકરસંક્રાંતિના સ્નાનને સનાતન ધર્મ સંસ્કૃતિમાં ખૂબ જ મહત્વનું માનવામાં આવે છે. આજના દિવસે સૂર્ય મકર રાશિમાં પરિભ્રમણ શરૂ કરે છે. જેને લઈને પણ તીર્થ સ્થાનોમાં સ્નાન કરવાને લઈને ખૂબ જ મહત્વ આપવામાં આવ્યું છે. સનાતન ધર્મ સંસ્કૃતિમાં પવિત્ર ઘાટ સરોવર કે નદીમાં તો કેટલાક સ્થાનો પર મેરામણ માં સ્નાન કરવાથી ધાર્મિક દ્રષ્ટિ એ પુણ્યની પ્રાપ્તિ થતી હોય છે.

મનુષ્ય દેહ પવિત્ર પાપ કર્મોના ધોવાણથી મનુષ્ય દેહ પવિત્ર અને પુણ્યશાળી બનતો હોય છે. જેને કારણે આદિ અનાદિ કાળથી મકરસંક્રાંતિના દિવસે પવિત્ર તીર્થ સ્થાનોમાં સ્નાન કરવાને ખૂબ જ ધાર્મિક મહત્વ આપવામાં આવ્યું છે. તે મુજબ જૂનાગઢમાં આવેલા પવિત્ર દામોદર કુંડમાં મકરસંક્રાંતિના દિવસે ભાવિકો પવિત્ર સ્નાન દ્વારા પોતાના દેહને શુદ્ધ કરીને મોક્ષની પ્રાપ્તિ માટેનો માર્ગ પ્રશસ્થ કરતા હોય છે.

દોષમાંથી મુક્તિ સંક્રાંતિના પવિત્ર સ્નાન સાથે મનુષ્ય દેહને (Makar Sankranti 2023) પાપમાંથી મુક્તિ મળવાની સાથે જાણે અજાણે થયેલા દોષ માથી પણ મુક્તિ મળે છે. આજના દિવસે પવિત્ર સ્નાન બાદ દાન પુણ્ય કરવાના મહત્વનો પણ વિશેષ ઉલ્લેખ સનાતન ધર્મ સંસ્કૃતિમાં જોવા મળે છે. તે મુજબ સ્નાન બાદ પવિત્ર અને શુદ્ધ થયેલા દેહથી કરવામાં આવેલું દાન સફળતા અને સુખ તેમજ શાંતિ પ્રાપ્ત કરાવતુ હોય છે.

મહત્વ સનાતન ધર્મ જેથી સંક્રાંતિના દિવસે સ્નાન સાથે દાનનું પણ એટલું જ મહત્વ સનાતન ધર્મ સંસ્કૃતિમાં જોવા મળે છે. સંક્રાંતિના દિવસે પ્રત્યેક વ્યક્તિ પોતાની રાશિ અને ગ્રહ અનુસાર પવિત્ર ઘાટ સરોવર નદી કે સમુદ્રમાં સ્નાન વિધિ ધાર્મિક પરંપરા અને પૂજન બાદ પૂર્ણ કરીને તેની ઈચ્છા અને શક્તિ અનુસાર દાન કરવાને લઈને પણ સનાતન ધર્મ સંસ્કૃતિમાં વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે.
