ETV Bharat / state

માત્ર 5 ઈંચ વરસાદમાં જૂનાગઢના વેલિગ્ડન અને આણંદપુર ડેમ ઓવરફ્લો

પાંચ ઇંચ વરસાદમાં જૂનાગઢની જીવાદોરી સમાન ડેમો ઓવરફ્લો થઈ ગયા છે. છેલ્લા 48 કલાકથી જૂનાગઢ જિલ્લામાં 5 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. જેને કારણે જૂનાગઢના વેલિંગ્ડન અને આણંદપુર ડેમ ઓવરફલો થયા છે.

આણંદપુર ડેમ
આણંદપુર ડેમ
author img

By

Published : Jul 6, 2020, 7:32 PM IST

જૂનાગઢઃ છેલ્લા 48 કલાકથી જૂનાગઢ શહેર, ગીરનાર અને દાતાર પર્વતમાળાઓમાં પડેલા 5 ઈંચ જેટલા વરસાદને કારણે વેલિંગ્ડન અને આણંદપુર ડેમ ઓવરફલો થયા છે. માત્ર 5 ઈંચ વરસાદમાં ડેમ ઓવરફ્લો થાય તો ડેમમાં કેટલા પાણીનો સંગ્રહ થઇ શક્યો હશે તેને લઇને હવે ચિંતા ઉભી થઈ છે.

માત્ર 5 ઈંચ વરસાદમાં જૂનાગઢના વેલિગ્ડન અને આણંદપુર ડેમ ઓવરફ્લો

વરસાદના પ્રથમ દિવસોમાં અને માત્ર 5 ઈંચ જેટલા વરસાદમાં ડેમ ઓવરફલો થયા છે, ત્યારે ડેમની સંગ્રહ શક્તિ ઘટી હશે તેવું ચોક્કસ કહી શકાય છે. આગામી દિવસોમાં ચોમાસાનો વરસાદ બાકી છે, આ સમય દરમિયાન કાચા સોના સમુ વરસાદી પાણી વહી જશે જેની આકરી કિંમત ઉનાળા દરમિયાન ચૂકવવી પડી શકે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.