ETV Bharat / state

જૂનાગઢમાં આગામી દિવસોમાં પડી શકે છે જલદ ગરમી, હવામાન શાસ્ત્રીઓએ કરી આગાહી - junagadh heatwave

જૂનાગઢ કૃષિ હવામાન શાસ્ત્રીએ આગાહી વ્યક્ત કરી છે કે, સામાન્ય દિવસોની માફક આ વર્ષે તાપમાનમાં સતત વધારો થઈ રહ્યો છે જેને કારણે લોકો અકળાવનારી ગરમીનો સામનો કરી રહ્યા છે, તો બીજી તરફ લોકોને ગરમીના સમયમાં સુપાચ્ય તાજો ખોરાક અને પ્રવાહી પુષ્કળ પ્રમાણમાં લેવાની તબીબો સલાહ આપી રહ્યા છે.

જૂનાગઢ
જૂનાગઢ
author img

By

Published : Mar 30, 2021, 7:48 PM IST

  • હળવા ખોરાક સાથે પુષ્કળ પ્રવાહી લેવાની તબીબોની સલાહ
  • જૂનાગઢ શહેર અને જીલ્લાનું તાપમાન સરેરાશ 42 ડિગ્રી પહોંચે છે
  • ઉનાળાના દિવસોમાં ફળ, કઠોળ અને તાજા જ્યુસ લેવાની તબીબોની સલાહ

જૂનાગઢ: આકરી ગરમીના મહિના તરીકે ગણાતા એપ્રિલ અને મે મહિનાની શરૂઆત થવા જઇ રહી છે, ત્યારે આ બે મહિના દરમિયાન ખૂબ જ આકરી અને અંગ દઝાડતી ગરમીનો સામનો પ્રત્યેક વ્યક્તિને કરવો પડી શકે છે. જૂનાગઢ કૃષિ હવામાન વિભાગના અધિકારીઓએ આગામી દિવસોમાં અકળાવનારી અને આકરી ગરમી પડવાની આગાહી વ્યક્ત કરી છે, સામાન્ય દિવસોમાં જુનાગઢનું તાપમાન માર્ચ મહિનામાં સરેરાશ 38 ડિગ્રીની આસપાસ જોવા મળે છે, જેમાં બે ડિગ્રીનો વધારો થતાં તાપમાન 40 ડિગ્રીની આસપાસ પહોંચી ગયુ છે.

જૂનાગઢમાં જલદ ગરમી

આ પણ વાંચો:સુરતમાં માર્ચ મહિનામાં તાપમાનનો પારો 40 ડિગ્રીએ પહોંચ્યો

જૂનાગઢમાં અંગ દઝાડતી ગરમી પડતી હોય છે

ઊનાળાના 90 દિવસમાંથી 30 દિવસ જૂનાગઢ શહેર અને જિલ્લા માટે ગરમીના દિવસો તરીકે ગણવામાં આવે છે. આ દિવસો દરમિયાન જૂનાગઢ શહેર અને જીલ્લાનું તાપમાન સરેરાશ 42 ડિગ્રી અને તેથી ઉપર જોવા મળે છે. આ દિવસોમાં ખૂબ આકરી અકળાવનારી અને અંગ દઝાડતી ગરમી પડતી હોય છે. જેને કારણે જનજીવન ઠપ થઈ જતું પણ જોવા મળતું હોય છે. ગરમીને કારણે પશુ-પક્ષીઓ પણ ખુબ જ અકળાયેલા જોવા મળતા હોય છે, જે છાંયો શોધતા હોય તે પ્રકારે આ દિવસો દરમ્યાન દ્રશ્યો પણ જોવા મળતા હોય છે. મજૂરી કામ કરતા વ્યક્તિઓ પણ આ દિવસો દરમ્યાન છાયાની જગ્યા પર બપોરના સમયે નિરાંતની પળો માણવા માટે આવતા હોય છે.

આ પણ વાંચો:વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે આ વર્ષે ઉનાળો આકરો રહેશે: હવામાન વિભાગ

આકરી ગરમીમાં યોગ્ય અને સુપાચ્ય ખોરાકની સાથે પ્રવાહી લેવાની તબીબોની સલાહ

ઉનાળાની આખરી ગરમીના દિવસોમાં તબીબો પણ પ્રત્યેક વ્યક્તિને ગરમીથી બચવા સુપાચ્ય સાદો ખોરાક લેવાની સાથે સમગ્ર ગરમીના દિવસો દરમ્યાન પૂષ્કળ પ્રમાણમાં પ્રવાહી લેવાની સલાહ પણ આપી રહ્યા છે. ઉનાળાના દિવસો દરમિયાન ફળ, કઠોળ અને તાજા જ્યુસ બનાવીને લેવામાં આવે તો ગરમીમાંથી રાહત મળી શકે છે ઉનાળાના દિવસો દરમિયાન ઠંડા પીણા અને ફ્રીજમાં રાખેલી તમામ ચીજ વસ્તુઓનો ઉપયોગ નહીં કરવાની સલાહ પણ તબીબો આપી રહ્યા છે. ઠંડા પીણા અને ફ્રીજમાં રાખેલી વસ્તુ શરીરના તાપમાનમાં વધારો કરતા હોય છે, જેને કારણે લોકોને ગરમીમાંથી મુક્તિ મળવાની જગ્યાએ લોકો આકરી ગરમીમાં સપડાતા હોય છે અને પરિણામે તેની વિપરીત અસરો વ્યક્તિના સ્વાસ્થ્ય પર પણ જોવા મળતી હોય છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.