જૂનાગઢ: જિલ્લાના કેશોદ વંથલી માંગરોળ માણાવદર, બાટવા, વિસ્તારના ઘેડ પંથકમાં વરસાદ બંધા થયાને એક અઠવાડિયા જેટલો સમય થયો છે. પરંતુ સમગ્ર પંથક વરસાદી પાણી જોવા મળી રહ્યું છે. જેથી જગતનો તાત ચિંતામાં છે.
જૂનાગઢ જિલ્લાના માણાવદર, બાટવા, કેશોદ, વંથલી, માંગરોળ તાલુકાનો ઘેડ વિસ્તારમાં વરસાદ બંધ થયાને એક અઠવાડિયા બાદ પણ પાણી ભરાયેલા જોવા મળી રહ્યાં છે. આ પાણીથી જગતનો તાત હવે આકુળ વ્યાકુળની સાથે ચિંતાગ્રસ્ત બન્યો છે. વરસાદી પાણીની નીચે તેની ખેતીલાયક હજારો એકર જમીન દબાયેલી છે. પાણી ક્યારે ઉતરશે અને પાણી ઉતર્યા બાદ ખેતીલાયક જમીન હશે કે, કેમ તેની ચિંતા જગતના તાતને થઇ રહી છે.
ETV ભારત પુરગ્રસ્ત ઘેડ વિસ્તારની મુલાકાત લીધી હતી. જેમાં જ્યાં નજર પડે, ત્યાં વરસાદી અને પૂરનું પાણી જોવા મળી રહ્યું છે. 15 દિવસ પહેલા ચોમાસુ પાક ખિલખિલાટ કરતો લહેરાઈ રહ્યો હતો, ત્યાં હવે કહેર રૂપી પડેલા વરસાદનું પાણી જોવા મળી રહ્યું છે.
ખેડૂતોને પાક બગડી જવાની ચિંતા છે. મહામુલી જમીન પુર અને વરસાદી પાણીમાં ભરાયા છે. જેને લઈને જગતનો તાત પોતાની જાતને અસહાય મહેસૂસ કરી રહ્યો છે. બીજી તરફ રાજ્યની સરકાર અને કૃષિ વિભાગ યોજનાઓ બનાવવામાં વ્યસ્ત છે. આ વિપરીત પરિસ્થિતિમાં રાજ્ય સરકાર અને કૃષિ વિભાગે જગતના તાતને પડખે રહેવાના સમયમાં તેને સહાય છોડીને માત્ર યોજના બનાવવામાં કામમાં પોતાની જાતને જોતરી દીધી છે એને લઈને ઘેડ પંથકનો ખેડૂત ભારોભાર ચિંતા વ્યક્ત કરી રહ્યો છે.