ETV Bharat / state

આજે સમગ્ર દેશમાં કરવામાં આવી રહી છે સ્વૈચ્છિક રક્તદાતા દિવસની ઉજવણી - રાષ્ટ્રીય સ્વચ્છ રક્તદાતા દિવસ

આજે સમગ્ર ભારતમાં રાષ્ટ્રીય સ્વૈચ્છિક રક્તદાતા દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. તબીબ એવા જે.જી.જોલીના જન્મદિવસને ભારતમાં રાષ્ટ્રીય સ્વચ્છ રક્તદાતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસની ઉજવણી ખાસ કરીને રક્તદાતાઓ મોટા પ્રમાણમાં રક્તદાન પ્રવૃત્તિ માટે આગળ આવે અને રક્તદાન એ સૌથી મોટું દાન છે. તેવા સેવાયજ્ઞમાં સામેલ થાય અને કોઈપણ આકસ્મિક પરિસ્થિતિમાં જરૂરિયાતમંદ વ્યક્તિને લોહીનું દાન કરીને નવજીવન આપી શકે તેવા ઉમદા આશયથી રાષ્ટ્રીય ઇચ્છિત રક્તદાતા દિવસની ઉજવણી કરવામાં આવે છે.

Junagadh News
Junagadh News
author img

By

Published : Oct 1, 2021, 4:51 PM IST

  • આજે સમગ્ર દેશમાં રાષ્ટ્રીય સ્વૈચ્છિક રક્તદાતા દિવસની થઈ રહી છે ઉજવણી
  • જૂનાગઢ સિવિલમાં પ્રતિવર્ષ 750 થી 850 લોહીના યુનિટની જરૂર ઊભી થાય છે
  • મુખ્યત્વે થેલેસેમિયાગ્રસ્ત અને પ્રસૂતિ માટે આવતી મહિલાઓને પ્રતિ માસ 450 કરતાં વધુ લોહીના યુનિટની જરૂર પડે છે

જૂનાગઢ: આજે પહેલી ઓક્ટોબર એટલે કે રાષ્ટ્રીય સ્વેચ્છિક રક્તદાતા દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. હરિયાણાના તબીબ એવા જે.જી.જોલીના જન્મ દિવસને રાષ્ટ્રીય સ્વૈચ્છિક રક્તદાતા દિવસ તરીકે મનાવવામાં આવે છે. ડો. જોલીએ રક્તદાન પ્રવૃત્તિને ધ્યાને રાખીને ખૂબ મોટું અભિયાન ચલાવવામાં સફળતા મેળવી હતી. ભારતમાં રક્તદાનને લઇને આજે પણ જોઇએ તેટલી જાગૃતિ જોવા મળતી નથી. ત્યારે, ડો.જોલીના પ્રયાસોથી રક્તદાન પ્રવૃત્તિને વેગ મળ્યો હતો. ત્યારથી 1 લી ઓક્ટોબરના દિવસે દેશમાં રાષ્ટ્રીય સ્વૈચ્છિક રક્તદાન દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. જૂનાગઢ જિલ્લામાં પ્રતિ વર્ષ 7500 થી 8000 જેટલા લોહીના યુનિટની સરકારી હોસ્પિટલમાં જરૂરિયાત ઊભી થાય છે.

આજે સમગ્ર દેશમાં કરાઈ રહી છે સ્વૈચ્છિક રક્તદાતા દિવસની ઉજવણી

થેલેસેમિયા અને પ્રસૂતિ આ બંને કેસમાં લોહીની વધુ જરૂર પડે

સૌથી વધારે લોહીની જરૂરીયાત થેલેસેમિયાગ્રસ્ત દર્દીઓમાં જોવા મળે છે. ત્યારબાદ પ્રસુતિ ને લઈને મહિલા દર્દીઓ ને લોહી ની તાકિદે જરૂરિયાત ઊભી થાય છે. થેલેસેમિયા અને પ્રસૂતિ આ બંને કેસના દર્દીઓને એક મહિના દરમ્યાન 450 જેટલા લોહીના યુનિટ ની જરૂર પડે છે. સાથે સાથે મેડિસિન અને ઓર્થોપેડિક વિભાગ માં પણ અંદાજીત 400 જેટલા લોહીના યુનિટની જરૂર એક મહિના દરમિયાન ઊભી થાય છે. તમામ જરૂરિયાતોને પહોંચી વળવા માટે રક્તદાન કેમ્પ થકી સિવિલ હોસ્પિટલને જે લોહીના યુનિટ મળી રહ્યા છે. તેમાંથી જરૂરિયાતમંદ દર્દીને લોહી આપવામાં આવી રહ્યું છે.

ખાનગી હોસ્પિટલ અને બ્લડ બેંકોના કારણે સિવિલ હોસ્પિટલને ઓછો સહકાર મળે

જૂનાગઢ જિલ્લામાં લોહીની જરૂરિયાતને પહોંચી વળવા માટે અનેક રક્તદાન કેમ્પનું સમગ્ર વર્ષ દરમિયાન આયોજન થાય છે. પરંતુ, આ આયોજન મોટાભાગે ખાનગી બ્લડ બેન્ક કે ખાનગી હોસ્પિટલના લાભાર્થે થતું હોય છે.આવી પરિસ્થિતીમાં સિવિલ હોસ્પિટલમાં આવેલી બ્લડ બેન્ક ને રક્તદાન કેમ્પનો જોઇએ તેટલો લાભ આજે પણ મળતો નથી. વધુમાં લોહીની આકસ્મિક જરૂરિયાતના કિસ્સામાં દરેક દર્દી જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં આવતો હોય છે.આવી પરિસ્થિતીમાં ખૂબ મુશ્કેલ કહી શકાય તેવા સમયની વચ્ચે દર્દીને લોહીની જરૂરીયાત પૂરી પાડવામાં આવે છે. સિવિલ હોસ્પિટલમાં આવતા મોટા ભાગના દર્દીઓ ગામડામાંથી આવતા હોય છે, જેને બલ્ડ મેળવવા માટે ખૂબ મુશ્કેલી સહન કરવી પડે છે. પરંતુ સિવિલ હોસ્પિટલની બ્લડ બેંકમાંથી આવા દર્દીએ ને આજે પણ લોહી પૂરું પાડવામાં આવે છે

પ્રસુતિ તબીબી અને ઓર્થોપેડિક વિભાગ માં પ્રતિવર્ષ 8000 જેટલા લોહીના યુનીટ ની જરૂર પડે છે

જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં મોટે ભાગે થેલેસેમિયાગ્રસ્ત દર્દીઓને લોહીની સૌથી વધુ જરૂરિયાત ઊભી થાય છે સિવિલ હોસ્પિટલ મા સોમનાથ જુનાગઢ અને રાજકોટ જિલ્લાના ઉપલેટા ધોરાજી સહિતના તાલુકા ના દર્દીઓ જૂનાગઢ સિવિલ હોસ્પિટલના તબીબી સેવાઓ મેળવવા માટે આવતા હોય છે આવી પરિસ્થિતિમાં જૂનાગઢ સિવિલ હોસ્પિટલને થેલેસેમિયા પ્રસુતિ તબીબી અને ઓર્થોપેડિક વિભાગ માં પ્રતિવર્ષ 7500 થી 8000 હજાર જેટલા લોહીના યુનીટ ની જરૂર પડે છે જે સિવિલ હોસ્પિટલ પ્રશાસન પૂરું કરી રહ્યું છે

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.