જૂનાગઢઃ વન વિભાગના ફોરેસ્ટર બીટ ગાર્ડ વનપાલ અને વન રક્ષક પાછલા છ દિવસથી હડતાલ પર ઉતરી ગયા છે. જેની વિપરીત અસરો હવે પશુઓ પર (Gir Forest Leapard Video) જોવા મળી રહી છે. વન વિભાગના મહત્વના ગણાતા અને સતત 24 કલાક ગીચ અને ગાઢ જંગલની વચ્ચે ફરજ બજાવતા (Forest Employee Strike) કર્મચારીઓની જંગલ વિસ્તારમાં ગેરહાજરીને પરિણામે હવે વન્ય પ્રાણીઓ જંગલ (Wild Animal Gir forest) વિસ્તારની બહાર આવતા જોવા મળી રહ્યા છે.
તાજેતરમાં સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થયો છે. જેમાં બે દીપડાં ખેતરની વચ્ચે લડાઈ કરતા હોય તેવું સ્પષ્ટ જોઈ શકાય છે. જો વન વિભાગના કર્મચારી જંગલમાં તેના નિર્ધારિત સ્થાન પર ફરજ બજાવતા હોત તો આ દીપડાં જંગલ વિસ્તારમાં જોવા મળત. પરંતુ હડતાલને કારણે વન્યજીવ પ્રાણી અને ખાસ કરીને દીપડાંને જંગલ વિસ્તારમાં રોકી રાખવા માટે મહત્વના ગણાતાં કર્મચારીઓ હડતાલ પણ છે. જેની જાણ પણ દીપડાંને થઈ હોય એમ દીપડાં જંગલ વિસ્તારની બહાર નીકળી ગયા છે. હડતાલ હજુ લાંબો સમય ચાલે તો વધુ કેટલાક હિંસક પ્રાણીઓ જંગલ વિસ્તારની બહાર જોવા મળશે. જેને પરત જંગલ વિસ્તારમાં લઈ જવા ખૂબ મુશ્કેલ બની રહેશે.