જૂનાગઢ: વેરાવળના દરિયામાંથી રેઝર ફીશ પ્રજાતિની એક નવીન પ્રકારની માછલી જોવા મળી છે. આ પ્રકારની માછલી પ્રથમ વખત વેરાવળ બંદર પર જોવા મળી છે. આ માછલી મુખ્યત્વે જાપાન ઓસ્ટ્રેલિયા તેમજ ભારતના વિશાખાપટ્ટનમ તેમજ તમિલનાડુના દરિયામાં જોવા મળે છે. જે માછલી પ્રથમ વખત વેરાવળના દરિયામા જોવા મળે છે.
દરિયામાં જોવા મળી રેઝર ફિશ: વેરાવળના દરિયામાં માછીમારી કરતી વખતે રેઝર ફિશ પ્રજાતિની માછલી મળી છે. પ્રથમ વખત આ પ્રકારની માછલી વેરાવળના કોઈ માછીમારે માછીમારી દરમિયાન મળી હોય ખૂબ લાંબી અને ઊંડી માછીમારી દરમિયાન આ પ્રકારની માછલી પકડાતી હોય છે.
પ્રથમવાર મળીઃ પરંતુ રેઝર ફિશ પ્રજાતિની આ માછલી પ્રથમ વખત ભિડીયાના માછીમારને માછીમારી દરમિયાન મળી છે. જેનું વિશ્લેષણ વેરાવળ ફિશરીઝ કોલેજના અધ્યાપક ડો જીતેશ સોલંકી દ્વારા કરવામાં આવ્યું છે. રેઝર ફીશ પ્રજાતિની માછલી મુખ્યત્વે ઓસ્ટ્રેલિયામાં ખૂબ બહોળા પ્રમાણમાં મળી આવે છે. ત્યાંના લોકો તેની અનુકૂળતા મુજબ ઉપયોગ પણ કરી રહ્યા છે ભારતમાં ખૂબ ઓછા કિસ્સામાં રેઝર ફીશ નામની માછલી જોવા મળી છે.
ત્રણથી ચાર ઇંચ લંબાઈ: રેજર ફિશ માછલી ત્રણથી ચાર ઇંચ લંબાઈ ધરાવતી અને રેઝર જેવો આકાર હોવાને કારણે તેને રેઝર ફિશ પ્રજાતિમાં સામેલ કરવામાં આવે છે. ઓસ્ટ્રેલિયામાં ખૂબ બહોળા પ્રમાણમાં રેઝર ફિશ માછલી મળી આવે છે. માછીમારી દરમિયાન પકડાયેલી માછલીને સૂકવીને તેનો ગુણવત્તાને આધારે ઉપયોગ પણ થઈ રહ્યો છે. પરંતુ, ભારતમાં આ પ્રકારની માછલી હજુ સુધી આકસ્મિક રીતે ખૂબ જ મામૂલી કહી શકાય એટલી મળી આવે છે.
ઉપયોગ આવોઃ ઓસ્ટ્રેલિયા અને જાપાન દેશમાં ખૂબ બહોળા પ્રમાણમાં રેઝર ફિશ મળી આવે છે. જેને સૂકવીને ખોરાક સિવાયના અન્ય વિકલ્પ તરીકે માછલીના પાવડરનો ઉપયોગ કરવામાં આવે છે. જોકે, પહેલી વખત આ માછલી મળી આવતા ઘણું આશ્ચર્ય જોવા મળ્યું છે.
જીવતી પકડાઈ તો માછલીઘરમાં શોભા વધારે: રેઝર ફિશ માછલી જાપાન-ઓસ્ટ્રેલિયામાં ખૂબ મોટા પ્રમાણમાં મળી આવે છે. આ માછલી જીવતી પકડાય તો તેને માછલીઘરમાં રાખવા માટે પસંદ કરાય છે. ત્યારબાદ મરેલી તમામ માછલીને સુકવીને તેનો પાવડર બનાવવામાં આવે છે.
ખાતર તરીકેઃ જેનો મુખ્યત્વે ઉપયોગ ફિશ મિલ અને ખાતર તરીકે કરવામાં આવે છે. માછલીના સુકાયા બાદ તેનો પાવડર કરીને માછીમારી દરમિયાન માછલીઓને લલચાવવા માટે અથવા તો માછલીઘરમાં રાખવામાં આવેલી અન્ય માછલીઓને પ્રોટીનના ખોરાક તરીકે આપવામાં આવે છે. વધુમાં આ માછલીનું બહોળા પ્રમાણમાં ઉપયોગ ખાતર તરીકે કરવામાં આવે છે. પરંતુ હજુ સુધી ખોરાક તરીકે કોઈ પણ દેશમાં રેઝર ફિશનો ઉપયોગ કરવામાં આવતો નથી.